તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Tuesday, 8th September 2026
કેબિનેટ ફેરબદલની શક્યતા વચ્ચે PM મોદીની મંત્રીઓ સાથે મેરાથોન સમીક્ષા બેઠક: પર્ફોર્મન્સ અને વિઝનનો હિસાબ મંગાયો
મંત્રાલયના આંકડાઓને બદલે વ્યક્તિગત યોગદાન, સામાજિક કલ્યાણ અને સોશિયલ મીડિયા રિપોર્ટ કાર્ડ પર ભાર: 'વિકસિત ભારત ૨૦૪૭' નો રોડમેપ માગ્યો

નવી દિલ્હી; વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંદાજે ૩ કલાક સુધી ૨૦ થી વધુ કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ અને સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. દિલ્હીના રાજકીય વર્તુળોમાં આ મેરાથોન બેઠકને આગામી દિવસોમાં યોજાનારા સંભવિત કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે મંત્રીઓની કામગીરીનો આંકડો માત્ર વહીવટી સચિવો પૂરતો મર્યાદિત નથી, પરંતુ જમીની સ્તરે યોજનાઓની અસર અને મંત્રીનું વ્યક્તિગત યોગદાન શું રહ્યું છે તે મુખ્ય માપદંડ બનશે.
મંત્રીઓને તેમના મંત્રાલયોની યોજનાઓથી સામાન્ય નાગરિકોના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું તેનો સ્પષ્ટ રિપોર્ટ આપવા જણાવાયું હતું. આગામી ૫ વર્ષ અને ૨૦૪૭ સુધીના વિઝન સાથે દલિતો, પછાત વર્ગો, આદિવાસીઓ અને યુવાનો માટે હાથ ધરાયેલી ખાસ પહેલ અંગે વિગતો માંગવામાં આવી હતી. મંત્રીઓના ડિજિટલ જોડાણ અને રીચની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય મંત્રીઓના સોશિયલ મીડિયા પર્ફોર્મન્સ રેન્કિંગ સંપૂર્ણપણે સંતોષકારક ન જણાતા જનતા સુધી યોજનાઓ પહોંચાડવા ડિજિટલ પ્લેટફોર્મ પર સક્રિયતા વધારવાની સૂચના અપાઈ હતી. સામાજિક ન્યાય, આદિવાસી કલ્યાણ, યુવા, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રોની યોજનાઓ અને પડકારો અંગે વિશેષ ચર્ચા હાથ ધરાઈ હતી.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
