News of Monday, 11th May 2026
વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો : બંગાળની થીમ પર સ્વાગત :વિવિધ ઝાંખી અને રોશનીથી શહેર ઝગમગી ઉઠ્યું
સ્વાગત માટે પશ્ચિમ બંગાળના આશરે એક હજાર નાગરિકો પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ : ગદા સર્કલથી ભવ્ય રોડ-શોની શરૂઆત સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરશે અને જનસભા સંબોધશે

વડોદરા : વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત ઐતિહાસિક કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા છે સોમનાથમાં વડાપ્રધાને 11 પવિત્ર તીર્થોના જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરવાની સાથે ધ્વજારોહણ કર્યું હતું. આ સાથે જ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે આકાશમાં અદભૂત કરતબો બતાવી પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મહાદેવની વિશેષ પૂજા અને મ્યુઝિયમની મુલાકાત બાદ હવે પીએમ મોદી વડોદરામાં જનતાને સંબોધશે અને ભવ્ય રોડ-શો કરી રહ્યા છે
વડોદરામાં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હોવાથી શહેરને બંગાળની વિશેષ થીમ પર શણગારવામાં આવ્યું છે. ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધીના દોઢ કિલોમીટર (1.5 km) લાંબા માર્ગ પર ભવ્ય રોડ-શો યોજાયો છે .
સ્વાગત માટે પશ્ચિમ બંગાળના આશરે એક હજાર નાગરિકો પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થયા હતા રોડ-શોના માર્ગ પર 15 સ્ટેજ અને 16 બ્લોક તૈયાર કરાયા છે, જ્યાં ઓડિશા, આસામ અને પંજાબના લોકનૃત્યો રજૂ કરાયા હતા આ કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિની ઝલક દર્શાવતું ઓપરેશન સિંદૂર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું .
પીએમ મોદીના આગમન પૂર્વે જ શહેર ભવ્ય રોશની અને કટ-આઉટ્સથી ઝગમગી ઉઠ્યું છે. વડાપ્રધાન વડોદરામાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. પૂર્વ સૈનિકોઅને વિવિધ જ્ઞાતિ સમાજના પ્રતિનિધિઓ પણ આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા હાજર રહેશે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
