તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
પીએમ મોદીએ કહ્યું, "બ્રિક્સની આર્થિક તાકાત વિશ્વની સરખામણીમાં બમણી ગતિએ વધી છે
છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક જીડીપી લગભગ અઢી ગણો વધ્યો છે, પરંતુ બ્રિક્સ દેશોનો સંયુક્ત જીડીપી લગભગ સાડા ચાર ગણો વધ્યો

નવી દિલ્હી :દિલ્હીમાં બ્રિક્સ બિઝનેસ ફોરમના નેતાઓના સત્રને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે બ્રિક્સ દેશો વિશ્વની વસ્તીના ૫૦%, જીડીપીના ૪૦% અને વૈશ્વિક વેપારના ૨૫% થી વધુનું પ્રતિનિધિત્વ કરે છે.
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક જીડીપી લગભગ અઢી ગણો વધ્યો છે, પરંતુ બ્રિક્સ દેશોનો સંયુક્ત જીડીપી લગભગ સાડા ચાર ગણો વધ્યો છે. આનો અર્થ એ છે કે બ્રિક્સની આર્થિક તાકાત વિશ્વના બાકીના દેશો કરતા લગભગ બમણી ગતિએ વધી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
