<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

પીએમ મોદી અત્યંત શાંત અને સંયમિત છે, જ્યારે હું તેમના જેવો શાંત નથી :ટ્રમ્પે પીએમ મોદીના મુક્તકંઠે વખાણ કર્યા

મહામુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અને ભારત પરના અમેરિકી ટેરિફ (ટેક્સ) ને લઈને ગંભીર વાતચીત થવાની સંભાવના

નવી દિલ્હી :G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાથેની મુલાકાતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના મુક્તકંઠે વખાણ કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે, “પીએમ મોદી અત્યંત શાંત અને સંયમિત છે, જ્યારે હું તેમના જેવો શાંત નથી.” આ મહામુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અને ભારત પરના અમેરિકી ટેરિફ (ટેક્સ) ને લઈને ગંભીર વાતચીત થવાની સંભાવના છે.

આ ઉપરાંત બેઠકમાં ક્રિટિકલ મિનરલ્સ અને ભારત સાથેની એનર્જી ડીલ પર અમેરિકાના સપોર્ટ અંગે પણ મહત્વની ચર્ચા થઈ શકે છે. વૈશ્વિક મોરચે ટ્રમ્પે સ્વીકાર્યું છે કે દુનિયામાં ચાલી રહેલી અસ્થિરતાને ઓછી કરવામાં ભારત મોટી મદદ કરી શકે છે, કારણ કે ભારત હાલમાં ‘ગ્લોબલ સાઉથ’ને એક નવી અને મજબૂત દિશા આપી રહ્યું છે.

(8:11 PM IST)