<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

તમિલનાડુમાં વિજયની સરકાર બનવાનો તખ્તો અંતે તૈયાર: ૧૨૧ ધારાસભ્યોનું બહુમતી સંખ્યાબળ મળ્યું: સાંજે ફરી ગવર્નરને મળશે: વિજય સોમવારે શપથ લે તેવી સંભાવના

કોંગ્રેસે ટેકો જાહેર કરતા તમિલનાડુમાં ૨૦ વર્ષ જૂનું ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન તૂટ્યું: કનિમોઝીએ લોકસભામાં બેઠક બદલવા માંગ કરી

ચેન્નઈ: તમિલનાડુ વિધાનસભામાં ૧૦૮ બેઠકો જીતનાર વિજયની ટીવીકે પાર્ટીને કોંગ્રેસ, ડાબેરીઓ અને અન્ય પક્ષોએ ટેકો આપતા ૧૨૧ ધારાસભ્યોનું બહુમતી સંખ્યાબળ મળ્યું છે. રાજ્યપાલે ૧૦ મે સુધીમાં બહુમતી સાબિત કરવાની મહેતલ આપી છે. ત્યારે આજે સાંજે વિજય રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કરશે. 

 

બીજી તરફ, કોંગ્રેસે ટીવીકેને ટેકો આપતા ૨૦ વર્ષ જૂનું ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન તૂટ્યું છે. આની રાષ્ટ્રીય સ્તરે મોટી અસર પડી છે, જેના પરિણામે ઈન્ડિયા ગઠબંધનમાં ભંગાણ પડ્યું છે. 

 

ડીએમકે સાંસદ કનિમોઝીએ નારાજ થઈને લોકસભા સ્પીકરને પત્ર લખી કોંગ્રેસથી અલગ બેઠક વ્યવસ્થા માંગતા રાષ્ટ્રીય રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. 

(5:53 PM IST)