<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની તસવીરો જાહેર : પીએમ મોદીએ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી નવી સિદ્ધિની ઝાંખી કરાવી

ગ્રીન ટેકનોલોજીની આ મોટી ક્રાંતિ સમાન હાઇડ્રોજન ટ્રેન મહત્તમ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા:એકસાથે ૨,૬૦૦ જેટલા મુસાફરો મુસાફરી કરી શકે તેવી વિશાળ વ્યવસ્થા

નવી દિલ્હી : દેશના પરિવહન ક્ષેત્રે પર્યાવરણ અનુકૂળ એક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સર્વપ્રથમ હાઇડ્રોજન ટ્રેનની આકર્ષક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી દેશવાસીઓને આ નવી સિદ્ધિની ઝાંખી કરાવી છે. ભારતીય રેલ્વેમાં ગ્રીન ટેકનોલોજીની આ મોટી ક્રાંતિ સમાન હાઇડ્રોજન ટ્રેન મહત્તમ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રભાવશાળી ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે, તેમજ તેમાં એકસાથે ૨,૬૦૦ જેટલા મુસાફરો મુસાફરી કરી શકે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના દોડનારી આ અદ્યતન ટ્રેન રેલ્વે ક્ષેત્રે પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે

(11:44 PM IST)