તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
એક ફુલ દો માલીઃ એક છોકરીના પ્રેમમાં પાગલ થયા બે ગેંગસ્ટર
જેલમાંથી બહાર આવતા લોહિયાળ જંગ ખેલ્યોઃ એક ઉપર એક જેલમાં ગયોઃ એક ગેંગસ્ટરે બીજાનું મર્ડર કરી નાખ્યું

નાગપુર તા.૨૨: નાગપુરમાં એક છોકરીના ચક્કરમાં બે ગેંગસ્ટરો વચ્ચે થયેલી ગેંગવોરની સનસનીખેજ ઘટના સામે આવી છે. બંને ગેંગસ્ટર એક જ છોકરીને પ્રેમ કરતા હતા. જેના કારણે બંને વચ્ચે દુશ્મની થઈ અને ચાકૂના ઘા થયા. આ હુમલામાં જામીન પર છૂટીને આવેલા એક ગેંગસ્ટરનું મોત થઈ ગયું. જ્યારે બીજા ગેંગસ્ટરની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધો છે.
જાણકારી અનુસાર, જામીન પર છૂટ્યાને ખાલી બે અઠવાડિયામાં જ ૨૭ વર્ષીય અપરાધી ગૌરવ પંકજ રગડેને તેના મિત્ર અને તેની જ ઉંમરના ગેંગસ્ટર ગૌરવ રામભાઉ રાઉત તથા તેના સાથે અભિષેક વાસનિકે ચાકૂ મારીને હત્યા કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાની આ ઘટના એક છોકરીના ચક્કરમાં પડવાના કારણે થઈ. બંને ગેંગસ્ટર એક જ છોકરીને પ્રેમ કરતા હતા. જેના કારણે બંને વચ્ચે લડાઈ થઈ અને એક ગેંગસ્ટરે બીજાનું મર્ડર કરી નાખ્યું.
પોલીસે જણાવ્યું કે, ઘટના નરેન્દ્ર નગરના સુંદરબન વિસ્તારમાં થઈ. બે અઠવાડિયા પહેલા ગૌરવ રગડે ગમચૂ હત્યા સહિત લગભગ નવ ગંભીર કેસમાં આરોપી હોવા છતાં જેલમાંથી જામીન પર છૂટ્યો હતો. જેલ જતાં પહેલા રગડેને રાની નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પણ હત્યાના મામલામાં તેને જેલમાં ગયા બાદ બીજા ગેંગસ્ટર રાઉત રાનીના સંપર્કમાં આવ્યો અને બંને એકબીજાની નજીક આવી ગયા. રાઉત પણ કેટલીય હત્યાના કેસમાં આરોપી છે, પણ રાની સાથે આવીને તેણે ક્રાઈમની દુનિયા છોડવાની વાત કહી હતી. કેમ કે રાની પણ ક્રાઈમની દુનિયાથી દૂર રહેવા માગતી હતી, એટલા માટે તેણે રાઉત સાથે મળી નરેન્દ્ર નગરમાં ક્લાઉડ કિચન શરુ કર્યું અને ભાડાના મકાનમાં રાઉત સાથે રહેવા લાગી.
જો કે બે અઠવાડિયા પહેલા રાનીનો જૂનો પ્રેમી રગડે પણ જામીન પર છૂટીને આવ્યો અને રાનીને શોધવા લાગ્યો. ગુરુવારની બપોરે જ્યારે રાની અને રાઉત ઘર પર હતા અને ત્યાં તેના કેટલાય મિત્રો પણ હતા. તેને શોધતા શોધતા રગડે પણ ચાકૂ લઈને ત્યાં આવી પહોંચ્યો. રગડેએ ત્યાં ભારે હોબાળો મચાવ્યો અને રાનીને પાછી લઈ જવા માટે જીદ કરી. જો કે દરવાજો બંધ જોઈ પથ્થર ફેંક્યા અને ગાળો બોલવા લાગ્યો અને ત્યાં રાખેલો સામાન પણ તોડી નાખ્યો. આ દરમ્યાન રાઉત અને તેના મિત્રો પાછળના દરવાજેથી ભાગવાની કોશિશ કરવા લાગ્યા, ત્યારે રગડેએ તેમને જોઈ લીધા અને ચાકૂ લઈને પીછો કર્યો.
જેવું રાઉત અને તેનો એક મિત્ર વાસનિક સુંદરબન નાળા નજીક પૂલ પાસે પહોંચ્યા રગડેએ તેમને પકડી લીધા. બંને પક્ષમાં મારામારી થઈ, ત્યારે મારપીટ દરમ્યાન રાઉત અને વાસનિકે રગડે પાસેથી ચાકૂ છીનવી લીધું અને તેના પર ઘા કરવાના શરુ કરી દીધા. રગડેને ગંભીર રીતે લોહીલુહાણ છોડી ભાગવા લાગ્યો.
ત્યારે આજુબાજુના લોકોએ દેકારો સાંભળી પેટ્રોલિગ પર તૈનાત પોલીસકર્મીઓ તરત પહોંચી રગડેને હોસ્પિટલ પહોંચાડ્યો અને લગભગ એક દોઢ કિમી સુધી પીછો કરી રાઉતને પકડી લીધો. પોલીસે રાઉત પાસેથી કથિત રીતે હથિયાર પણ જપ્ત કરી લીધા. જો કે રગડેને હોસ્પિટલમાં લઈ ગયા બાદ ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધો.
ત્યાર બાદ પોલીસે બેલતરોડી વિસ્તારમાં રાઉત અને વાસનિક પર હત્યાનો કેસ નોંધી રાઉતને જેલમાં મોકલી દીધો. હાલમાં પોલીસ અન્ય સામેલ લોકોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
