તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 8th September 2026
તેલના ભાવમાં આગ લગાવનાર દેશ ઈરાનમાં પાણી કરતાં પણ સસ્તું પેટ્રોલ: ૧ લિટરનો ભાવ સાંભળી આંખો પહળાઈ જશે!
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છતાં ઈરાનમાં ભારતીય પ્રવાસીઓએ રૂ. ૨૭૦માં આખી ટાંકી ફૂલ કરાવી : ત્રણ-સ્તરીય ફ્યુઅલ સિસ્ટમથી સબસિડીનો ખેલ

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ અને તણાવના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે, જેનાથી ભારતમાં પીવાનું પાણી પણ પેટ્રોલ કરતાં મોંઘું લાગવા માંડે તેવી સ્થિતિ છે. જોકે, વૈશ્વિક ઇંધણ બજારમાં હલચલ મચાવનાર દેશ ઈરાનમાં ચિત્ર બિલકુલ ઊલટું છે. ઈરાનમાં સ્થાનિક નાગરિકો માટે પેટ્રોલ એક લિટર પીવાના પાણીની બોટલ (રૂ. ૧૫ થી ૨૦) કરતાં પણ સસ્તા દરે વેચાઈ રહ્યું છે.
આ ભારે ડિસ્કાઉન્ટ પાછળ ઈરાની સરકારની મજબૂત સબસિડી નીતિ અને ત્રણ-સ્તરીય ફ્યુઅલ કાર્ડ સિસ્ટમ જવાબદાર છે, જે હેઠળ નાગરિકોને અલગ-અલગ ટેરિફથી ઇંધણ આપવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક અહેવાલ મુજબ, ભારતથી રોડ ટ્રીપ પર ઈરાન ગયેલા પ્રવાસીઓએ પોતાના વાહનમાં ૩૩ લિટર પેટ્રોલ ભરાવ્યું હતું. સ્થાનિક ફ્યુઅલ કાર્ડ ન હોવાથી પેટ્રોલ પંપના કર્મચારીએ પોતાના કાર્ડનો ઉપયોગ કર્યો હતો. ભારતીય ચલણમાં ગણતરી કરતા આખી ૩૩ લિટરની ટાંકી માત્ર ૨૭૦ રૂપિયામાં ભરાઈ ગઈ હતી, એટલે કે પ્રતિ લિટર ઇંધણનો ખર્ચ માત્ર રૂ. ૮.૧૮ આવ્યો હતો. એક તરફ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વિશ્વભરમાં સીએનજી અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન પોતાની અનોખી નીતિને કારણે આ મોંઘવારીની અસરથી મુક્ત દેખાઈ રહ્યું છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
