તા. ૩૦ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૨, શુક્રવાર
News of Tuesday, 15th September 2026
લોકોનો વિશ્વાસ જ ન્યાયપાલિકાની સાચી તાકાત છેઃ CJI
અદાલતો પરિણામોથી નહીં પરંતુ પ્રક્રિયાની નિષ્પક્ષતાથી ન્યાય કરે છે : જે લોકો હારે છે તેઓએ પણ એ માનીને ચાલવું જોઈએ કે સિસ્ટમે તેમની સાથે પણ ન્યાયી વર્તન કર્યું છે

નવી દિલ્હીઃ તા.૧૫: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, અદાલતો પરિણામોથી નહીં પરંતુ પ્રક્રિયાની નિષ્પક્ષતાથી ન્યાય કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકો હારે છે તેઓએ પણ એ માનીને ચાલવું જોઈએ કે સિસ્ટમે તેમની સાથે પણ ન્યાયી વર્તન કર્યું છે.
તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, વિશ્વાસ જ ન્યાયતંત્રની સાચી તાકાત છે, અને ન્યાય ફક્ત થવો જ જોઈએ નહીં પરંતુ તે થતો દેખાવો પણ જોઈએ. CJI રાષ્ટ્રીય રાજધાનીમાં રામ જેઠમલાણી મેમોરિયલ લેક્ચર સિરીઝમાં સંબોધન કરી રહ્યા હતા. આ કાર્યક્રમનો વિષય 'જાસ્ટિસ સીન ટૂ બી ડન, ટ્રાન્સપેરેન્સી એન્ડ પબ્લિક ર્ટ્સ્ટ એઝ પિલર્સ ઓફ ધ લીગલ સિસ્ટમ' હતો.
CJIએ કહ્યું,‘‘જીતવાથી કોર્ટને તેની કાયદેસરતા મળતી નથી, પરંતુ પ્રક્રિયાની ન્યાયીતા મળે છે. કેસ હારવાથી કોર્ટમાં જનતાનો વિશ્વાસ ઓછો થતો નથી, પરંતુ ખોટું કામ કરતા દેખાવું, ચોક્કસપણે થાય છે.''
તેમણે વધુમાં કહ્યું કે, કોર્ટનો વિશ્વાસ ત્યાં સુધી નથી વધતો જ્યા સુધી તેને પસંદ કરવામાં આવે, કે પછી લોકો ઈચ્છે તેવા ચુકાદા આપવામાં આવે. CJI એ કહ્યું કે જનતાનો વિશ્વાસ બદલામાં જનતાની મંજૂરી સમાન નથી હોતો, અને આ તફાવત ખુબ મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોર્ટ ત્યારે વિશ્વાસ મેળવે છે, જ્યારે હારનાર વ્યક્તિ સંપૂર્ણપણે અલગ પરિણામ ઇચ્છતી હતી. છતાં પણ એવું માનીને ચાલ્યા જાય છે કે, જે પ્રક્રિયાએ તેમની વિરૂદ્ધ નિર્ણય સંભળાવ્યો તે જ યોગ્ય હતો.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિગ (NCERT) ના પાઠ્યપુસ્તક અંગે પોતે કરેલી એક કાર્યવાહીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પોતાના આદેશમાં અમે પુનરોચ્ચાર કર્યો કે ન્યાયતંત્ર, એક સંસ્થા તરીકે, ટીકાનો વિરોધ કરતી નથી, અને ન હોઈ શકે, કારણ કે ન્યાયિક કામગીરીની સચોટ, જાણકાર અને રચનાત્મક ટીકા એ મજબૂત બંધારણીય લોકશાહીનું કાયદેસર અને આવશ્યક લક્ષણ છે, જે સંસ્થાકીય જવાબદારી અને સ્વ-સુધારણામાં ફાળો આપે છે.''
તેમણે વધુમાં કહ્યું, ‘‘આ પારદર્શિતાના હૃદયમાં છે, કારણ કે કોર્ટ પોતાને ખરાઈથી આગળ રાખીને જાહેર વિશ્વાસ જીતી શકતી નથી. તે તપાસ, પ્રશ્ન પૂછવા અને જ્યાં જરૂરી હોય ત્યાં ટીકા માટે ખુલ્લી હોવી જોઈએ.'' તેમણે કહ્યું કે કોર્ટ ઘણીવાર દૂરસ્થ લાગે છે, અને પ્રક્રિયાઓ ઘણીવાર એવી રીતે જાટિલ હોય છે કે જે એવા લોકોની તરફેણ કરે છે જેઓ તેમને સમજી શકે તેવા વકીલોને પરવડી શકે છે.
તેમણે કહ્યું, ‘‘આ પ્રકારના મંચથી એ સ્વીકારવું એ સૌથી સુઘડ બાબત નથી, પરંતુ તે સત્ય છે, અને તેને પ્રામાણિકપણે સ્વીકારવું જ આ સંદર્ભમાં વાત કરવાની એકમાત્ર સાચી શરૂઆત છે કે, શું હવે પરિવર્તન થઈ રહ્યું છે ?. સીજેઆઈએ કહ્યું કે ન્યાય ફક્ત થવો જ જોઈએ નહીં, પરંતુ તે થતો પણ દેખાવો જોઈએ, અને કોર્ટ માટે પારદર્શિતા ફક્ત ખુલ્લા દરવાજા અને જાહેર સુનાવણીનો વિષય નથી, જોકે તેમાં ચોક્કસપણે તે બાબતોનો સમાવેશ થાય છે.''
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
