<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

શાંતિપૂર્વક દેખાવો મૌલિક અધિકારઃ આંદોલનમાં લાઠીચાર્જ અયોગ્‍ય

કાયદેસર અને શાંતિપૂર્ણ આંદોલન નાગરિકોનો મૌલિક અધિકારઃ પેપર લીક વિરોધ પર સુપ્રીમ કોર્ટની પોલીસને આકરી ફટકારઃ પોલીસ એકશનમાં નિષ્‍પક્ષ તપાસનો આપ્‍યો આદેશ : દેશભરમાં વિરોધ પ્રદર્શનોને સંભાળવા માટે એક સમાન રાષ્‍ટ્રીય પ્રોટોકોલ ઘડવાની હિમાયત કરીઃ દિલ્‍હીના સાંસદ ચલો માર્ચ દરમિયાન થયેલી પોલીસની કાર્યવાહી અંગે કોર્ટે ચિંતા વ્‍યક્‍ત કરી

નવી દિલ્‍હી, તા.૨૭: દેશની રાજધાની દિલ્‍હીના જંતર-મંતર પર પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને પેપર લીકની ઘટનાઓ સામે ૩૬ દિવસ સુધી ચાલેલા અભૂતપૂર્વ વિદ્યાર્થી આંદોલન અને ત્‍યારબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગના મામલામાં સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્‍યું છે. ચીફ જસ્‍ટિસ સૂર્યકાન્‍ત, ન્‍યાયાધીશ જોયમલ્‍યા બાગચી અને ન્‍યાયાધીશ વી. મોહનાની બેન્‍ચે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે પોતાની વાત રજૂ કરવી એ બંધારણ હેઠળ સુરક્ષિત અધિકાર છે. માત્ર કોઈ જગ્‍યાએ પ્રદર્શન થઈ રહ્યું છે તેટલા જ કારણસર પોલીસ વિરોધકર્તાઓ પર લાઠીચાર્જ કે અતિરેક કરીને પોતા કાર્યવાહીને વાજબી ઠેરવી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને માત્ર દિલ્‍હી કે કોઈ ચોક્કસ વિસ્‍તાર પૂરતો મર્યાદિત ન ગણાવતા સમગ્ર દેશ માટે અત્‍યંત સંવેદનશીલ ગણાવ્‍યો છે. CJI સૂર્યકાન્‍તે ભારપૂર્વક નિર્દેશ આપ્‍યો હતો કે વિરોધ પ્રદર્શનોને સંભાળવા માટે સમગ્ર દેશમાં એકસમાન રાષ્‍ટ્રીય પ્રોટોકોલ હોવો અનિવાર્ય છે. પ્રદર્શનકારીઓને પોતાની માંગણીઓ રજૂ કરવા માટે યોગ્‍ય જગ્‍યા પૂરી પાડવી જોઈએ અને તેમના પર બિનજરૂરી પ્રતિબંધો લાદવા જોઈએ નહીં. કોર્ટે ઉમેર્યું કે જો પોલીસ દ્વારા કયાંય પણ નિર્ધારિત સીમાઓનું ઉલ્લંઘન કરીને અતિશય બળ વાપરવામાં આવ્‍યું હોય, તો તેની તટસ્‍થ અને સ્‍વતંત્ર તપાસ થવી જોઈએ.

અદાલતે એ વાત પર પણ ભાર મૂકયો હતો કે લોકશાહીમાં શિસ્‍ત અને કાયદો-વ્‍યવસ્‍થા જાળવવી અત્‍યંત જરૂરી છે, પરંતુ શિસ્‍તના નામે નાગરિકોના બંધારણીય અવાજને દબાવી શકાય નહીં. સુનાવણી દરમિયાન બેન્‍ચે પ્રદર્શનકારીઓની સાથે સાથે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ અને સુરક્ષાકર્મીઓની સુરક્ષા પ્રત્‍યે પણ સમાન ચિંતા વ્‍યક્‍ત કરી હતી. કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ હોય કે સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારીઓ, દરેક વ્‍યક્‍તિના જીવન અને શારીરિક સલામતીનું મૂલ્‍ય સમાન છે અને તેને પ્રાથમિકતા આપવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે ૨૦ જૂનથી શરૂ થયેલું આ આંદોલન સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને યુવાનોના જોડાણથી રાષ્‍ટ્રીય સ્‍તરે ગાજ્‍યું હતું. ૨૦ જુલાઈએ સંસદ તરફ કૂચ કરતી વખતે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્‍ચે ઘર્ષણ થતાં મામલો વધુ ઉગ્ર બન્‍યો હતો. બાદમાં સરકારે મુખ્‍ય માંગણીઓનો સ્‍વીકાર કર્યો હતો. સર્વોચ્‍ચ અદાલતે હવે તમામ સંબંધિત અરજીઓラજેમાં પોલીસકર્મીઓના પર થયેલા હુમલા અંગેની અરજી પણ સામેલ છેラતેમને એકસાથે જોડીને આ મામલે મંગળવારે વિસ્‍તળત સુનાવણી હાથ ધરવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે.

(3:38 PM IST)