તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
પેટીએમ પેમેન્ટ્સ બેંક પર આખરી પ્રહાર: RBI દ્વારા લાઇસન્સ રદ કરાયા બાદ દિલ્હી હાઇકોર્ટે બેંકને કાયમ માટે બંધ કરવાનો આપ્યો આદેશ!
ગિરીકુમાર એમ. નાયરને લિક્વિડેટર તરીકે નીમવામાં આવ્યા: ગ્રાહકોના હિતમાં નિયમોના ઉલ્લંઘન બદલ કોર્ટે ફટકાર્યો મોટો આદેશ, ૮ જુલાઈથી બોર્ડની તમામ સત્તાઓ સત્તાવાર અધિકારી હસ્તક

નવી દિલ્હી, તા.28: દેશની જાણીતી ફિનટેક કંપની પેટીએમ (Paytm) ની સહયોગી બેંક 'પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ' (PPBL) નું અસ્તિત્વ હવે સંપૂર્ણપણે સમાપ્ત થવાની આરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા લાઇસન્સ રદ કરાયા બાદ, હવે દિલ્હી હાઇકોર્ટે પેટીએમ પેમેન્ટ્સ બેંકને સત્તાવાર રીતે બંધ કરવાનો (Winding Up) આદેશ આપ્યો છે.
આરબીઆઈ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, દિલ્હી હાઈકોર્ટે 'બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯' અને 'કંપની એક્ટ, ૨૦૧૩' ની કડક જોગવાઈઓ હેઠળ પીપીબીએલને બંધ કરવાનો આખરી આદેશ જારી કર્યો છે.
SBI ના પૂર્વ અધિકારી લિક્વિડેટર તરીકે નિયુક્ત
દિલ્હી હાઇકોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર (CGM) ગિરીકુમાર એમ. નાયર ને પેટીએમ પેમેન્ટ્સ બેંકના સત્તાવાર લિક્વિડેટર (Official Liquidator) તરીકે નિયુક્ત કર્યા છે. આ આદેશ અનુસાર, ૮ જુલાઈ, ૨૦૨૬ થી જ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની તમામ સત્તાઓ લિક્વિડેટર પાસે આવી ગઈ છે અને તેઓ કાયદાકીય રીતે બેંકની તમામ મિલકતો તેમજ જવાબદારીઓના નિપટારાની પ્રક્રિયા હાથ ધરશે.
થાપણદારોના હિતો સામે જોખમ ઊભું થતાં લીધો આકરો નિર્ણય
વિજય શેખર શર્મા દ્વારા પ્રમોટ કરવામાં આવેલી પેટીએમની આ બેંક લાંબા સમયથી રિઝર્વ બેંકની રડારમાં હતી. બેંકિંગ નિયમોના સતત થતા ઉલ્લંઘન અને ગ્રાહકોના હિતોને નુકસાન પહોંચાડતી કામગીરીને કારણે આરબીઆઈએ આ વર્ષે એપ્રિલમાં તેનું બેંકિંગ લાઇસન્સ રદ કરી દીધું હતું અને હાઇકોર્ટમાં બેંકને બંધ કરવા અરજી કરી હતી.
૨૦૨૨ થી શરૂ થયો હતો મુશ્કેલીઓનો દોર
પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નિયમનકારી આકરા પગલાંનો ઇતિહાસ લાંબો રહ્યો છે:
• માર્ચ ૨૦૨૨: ગંભીર દેખરેખ અને આઇટી કમ્પ્લાયન્સની ચિંતાઓને કારણે આરબીઆઈએ નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
• જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૪: આરબીઆઈએ વધુ આકરા નિયંત્રણો મૂકીને બેંક ખાતાઓ, વોલેટ અને ફાસ્ટેગમાં કોઈપણ પ્રકારની નવી થાપણો કે ટોપ-અપ સ્વીકારવા પર સંપૂર્ણ રોક લગાવી દીધી હતી.
નિયમોનું પાલન ન કરવું અને ઓડિટ રિપોર્ટમાં સામે આવેલી મોટી ખામીઓને કારણે આખરે દેશની અગ્રણી ડિજિટલ બેંકિંગ સેવાઓમાંથી એક એવી PPBL નો શરમજનક અંત આવ્યો છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
