તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ટ્રેનમાં ગેંગ રેપ પીડિતાને રૂ.૩ લાખ ચૂકવો
કોર્ટનો રેલવેને આદેશ

નવી દિલ્હી તા.૬: દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૨માં બિહારમાં એક ટ્રેનમાં ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાને ૩ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ભલે ગુનો બહારના લોકોએ કર્યો હોય, પરંતુ રેલવે પોતાના કાયદેસરના મુસાફરોની સુરક્ષા પ્રત્યેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. આ કેસ ૨૭ ઓગસ્ટ ૨૦૧૨નો છે, જ્યાં બિહારના એક રેલવે સ્ટેશન પર ઊભેલી પેસેન્જર ટ્રેનમાં એક મહિલા પર ગેંગરેપ થયો હતો. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન(એનએચઆરસી) દ્વારા વળતર ચૂકવવાના આદેશ સામે રેલવેએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.
રેલવેનો તર્ક હતો કે, એનએચઆરસી પાસે આવો આદેશ આપવાનો અધિકાર નથી. જોકે, જાસ્ટિસ અમિત બંસલે રેલવેની આ દલીલો ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે હિસક હુમલાઓ આ વ્યાખ્યામાં આવે છે અને ટ્રેનની અંદર તથા પ્લેટફોર્મ પર સુરક્ષા સુનિヘતિ કરવાની જવાબદારી રેલવેની છે. પીડિતા એક કાયદેસરની મુસાફર હતી. હાઈકોર્ટે કહ્યું કે માનવાધિકાર આયોગ પીડિતોના અધિકારોના મજબૂત સંરક્ષક છે. અગાઉ ૨૦૧૬માં કમિશને રેલવેને ૩ લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે રેલવેની અરજી ફગાવી વળતરની રકમ વ્યાજ સહિત બે અઠવાડિયામાં પીડિતાને સોંપવા નિર્દેશ આપ્યો છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
