તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રાધાકૃષ્ણ મંદીરનો પાટોત્સવઃ પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને સપ્તાહ
પૂ.ભાઇશ્રીના વ્યાસાસને ભાગવત કથા અને ધર્મોત્સવ માટે ગુજરાતી પરીવારોમાં ઉત્સાહ

પરોકત તસ્વીરમાં પુ.ભાઇશ્રીની ભાગવત કથા યોજાનાર છે તે ઓકલેન્ડનું શ્રી રાધાકૃષ્ણ મંદીર અને મહાત્મા ગાંધી સેન્ટર તેમજ ઇન્સેટમાં રાધાકૃષ્ણ અને પુ.ભાઇશ્રી નજરે પડે છે. (તસ્વીર સૌજન્ય : મયુરી વિરલ જોષી-ઓકલેન્ડ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૯: ન્યુઝીેન્ડના ઓકલેન્ડમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદીર ખાતે આગામી તા.૧૩ ને શનીવાર અને તા.૧૪ ને રવિવારે રપ માં પાટોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે.
આગામી તા.પ જુન શુક્રવારથી ૧૧ જુન ગુરૂવાર સુધી મહાત્મા ગાંધી સેન્ટર રાધાકૃષ્ણ મંદીર ૧૪પ ન્યુ નોર્થ રોડ એડન ટેરેસ ઓકલેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સંત ભાગવતાચાર્ય પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થનાર છે.
ન્યુઝીલેન્ડમાં આપણા ગુજરાતના ઘણા પરીવારો વસવાટ કરી રહયા છે. આ કથાના આયોજનને લઇ ભારે ઉત્સાહ પ્રર્વતી રહયો છે. વધુ માહીતી અને યોગદાન આપવા માટે ભાવિશા પટેલ ૦ર૧૧પ૬૮૬૬૭ કથા ભાવનાબેન પટેલ ૦ર૭૬ર૩૯૧૬પ પંડીતજી ડો. દેવરામભાઇ રાવલ ૦ર૧૦ર૪ ૪ર૦૪૮ સંપર્ક ઓકલેન્ડ ઇન્ડીયન એસોસીએશન રાધાકૃષ્ણ મંદીર દ્વારા જણાવાયું છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
