<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં રાધાકૃષ્‍ણ મંદિરનો પાટોત્‍સવ

૫ જુનથી પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત કથાઃ ગુજરાતી પરીવારોમાં ભારે ઉત્‍સાહ

જૂનાગઢઃ તા.૨: ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં આવેલશ્રી રાધાકૃષ્‍ણ મંદિર ખાતે આગામી તા.૧૩ને શનીવાર અને તા.૧૪ને રવિવાર ૨૫માં પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી થનાર છે.

 આગામી તા. ૫ જુન શુક્રવારથી ૧૧ જૂન ગુરૂવાર સુધી મહાત્‍માગાંધી સેન્‍ટર રાધાકૃષ્‍ણમંદિર ૧૪૫ ન્‍યુ નોર્થ રોડ એડન ટેરેસ ઓકલેન્‍ડ ખાતે આંતરાષ્‍ટ્રીય સંત ભાગવતાચાર્ય પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રી મદ ભાગવત કથાનો પ્રારંભ થનાર છે. ન્‍યુઝીલેન્‍ડમાં આપણા ગુજરાતના ઘણા પરિવારો વસવાટ કરી રહયા છે. આ કથાના આયોજનને લઇ ભારે ઉત્‍સાહપ્રર્વતી રહયો છે. વધુમાહિતી અને યોગદાન આપવા માટે ભાવિશા પટેલ ૦૨૧૧૫૬ ૮૬૬૭ કથા ભાવનાબેન પટેલ ૦૨૭૬૨૩ ૯૧૬૫ પંડિતજી ડો. દેવરામભાઇ રાવલ ૦૨૧૦૨૪ ૪૨૦૪૮ સંપર્ક ઓકલેન્‍ડ ઇન્‍ડીયન એસોસિએશન રાધાકૃષ્‍ણ મંદિર દ્વારા જણાવાયુ છે.

(1:15 PM IST)