તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
દરેક ઘરની માનીતી ‘પારલે-જી’ કંપની બજારમાં લાવશે $૧ બિલિયનનો મહા IPO!
₹૧ લાખ કરોડથી વધુના ઐતિહાસિક મૂલ્યાંકન સાથે આગામી વર્ષે દસ્તક આપી શકે છે મેગા પબ્લિક ઇશ્યૂ : કોટક, એક્સિસ અને HSBC જેવી દિગ્ગજ બેંકોને સલાહકાર તરીકે પસંદગી કરીને તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હી : ભારતમાં કદાચ જ કોઈ એવું ઘર હશે જ્યાં સવારની શરૂઆત ચા અને 'પારલે-જી' બિસ્કિટ સાથે ન થતી હોય. હવે આ બ્રાન્ડ માત્ર સ્વાદના શોખીનો માટે જ નહીં, પણ શેરબજારના રોકાણકારો માટે પણ કમાણીની સોનેરી તક લાવવાની તૈયારી કરી રહી છે. પારલે-જી, મેલોડી, હાઇડ એન્ડ સીક અને મેંગો બાઇટ જેવી સુપરહિટ બ્રાન્ડ્સની પેરેન્ટ કંપની 'પારલે પ્રોડક્ટ્સ' આવતા વર્ષે દલાલ સ્ટ્રીટ પર ઇતિહાસનો સૌથી મોટો અને મેગા આઇપીઓ (IPO) લોન્ચ કરવાની યોજના બની રહી છે. આ હાઇ-પ્રોફાઇલ પબ્લિક ઇશ્યૂ દ્વારા કંપની બજારમાંથી $૧ બિલિયન (આશરે ₹૯,૫૩૦ કરોડ) નું માતબર ભંડોળ એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૯૨૯માં મુંબઈના વિલે પાર્લેથી શરૂ થયેલી આ સ્વદેશી કંપની આઇપીઓ માટે $૧૦.૫ બિલિયન એટલે કે ₹૧,૦૦,૦૦૦ કરોડથી વધુનું મસમોટું મૂલ્યાંકન મેળવવા ઈચ્છે છે. આ ઐતિહાસિક લિસ્ટિંગ પ્રક્રિયાને સફળ બનાવવા માટે ચૌહાણ પરિવારે એપ્રિલમાં જ કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ અને HSBC સિક્યોરિટીઝ જેવી દેશ-વિદેશની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંકોને પોતાના નાણાકીય સલાહકાર તરીકે પસંદ કરી લીધા છે. જો કે, આ અહેવાલો અંગે કંપનીના સીએમઓ (CMO) મયંક શાહે તેને બજારની અટકળો ગણાવીને સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે હાલ તેમનું સંપૂર્ણ ધ્યાન ખાનગી લિમિટેડ તરીકે બિઝનેસ વધારવા પર છે.
વ્યાપારિક દ્રષ્ટિએ જોવામાં આવે તો પારલે પ્રોડક્ટ્સ આજે માત્ર બિસ્કિટ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે કેક, રસ્ક, લોટ અને સ્નેક્સ માર્કેટમાં પણ મોટો દબદબો ધરાવે છે. નાણાકીય વર્ષ ૨૦2૪-૨૫ (FY25) માં કંપનીની ઓપરેટિંગ આવક ૮.૫% ના જોરદાર ઉછાળા સાથે ₹૧૫,૫૬૮.૪૯ કરોડ સુધી પહોંચી ગઈ છે. બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન ઇન્ડિયા ૫૦૦ ની યાદીમાં આ બ્રાન્ડ ₹૭૫,૪૨૦ કરોડના મૂલ્યાંકન સાથે ભારતની સાતમી સૌથી મૂલ્યવાન અનલિસ્ટેડ કંપની તરીકે સ્થાન પામી ચૂકી છે. હાલમાં યુએસ, યુકે અને કેનેડા સહિતના દેશોમાં નિકાસ અને મેક્સિકો-નાઇજીરીયામાં પોતાના પ્લાન્ટ્સ ધરાવતી આ કંપનીનો આઇપીઓ જો બજારમાં આવશે, તો તે બ્રિટાનિયા અને આઇટીસી (ITC) જેવી એફએમસીજી (FMCG) ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓને સીધી અને કાંટાની ટક્કર આપશે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
