<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માતા-પિતા પોતે દાખલો બેસાડે

હિન્‍દુ દેવી-દેવતાઓ વિશેનું જ્ઞાન શરૂઆતથી જ પાઠયપુસ્‍તકોમાં હોવું જોઈએઃ મોહન ભાગવત

નવી દિલ્‍હી,તા.૨૭: આરએસ એસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે નિષ્‍ફળતા મળ્‍યા પછી યુવાનોને ટીકા કરતાં ભાવનાત્‍મક સહારાની વધુ જરૂર હોય છે. મૂલ્‍યો માત્ર ઉપદેશોથી શીખવાડી શકાતા નથી, પરંતુ માતા-પિતા અને વડીલોના વર્તનનું નિરીક્ષણ કરીને તે બાળકોમાં સ્‍વાભાવિક રીતે વિકસે છે.

ભાગવતે કહ્યું, આજના સમયમાં IQ અને EQ જેવી સંજ્ઞાઓ વપરાય છે. પરંતુ ખરેખર મહત્‍વનું તો ભાવનાત્‍મક બુદ્ધિ છે. માત્ર બુદ્ધિશક્‍તિ પૂરતી નથી. આપણે ઘણા હોશિયાર લોકોને જોયા છે, જેઓ જીવનમાં માત્ર એટલા માટે નિષ્‍ફળ જાય છે કે તેઓ મુશ્‍કેલીઓ અને આઘાતનો સામનો કરી શકતા નથી. તેમણે માતા-પિતાને સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે પોતે ઉદાહરણ પૂરું પાડવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું કે બાળકો ઘરમાં જે જુએ છે તેનું અનુકરણ કરે છે અને વડીલોના વર્તનને જોઈને પોતાનું વ્‍યક્‍તિત્‍વ ઘડે છે. એક પ્રશ્નોત્તરી સત્રને સંબોધતા ભાગવતે કહ્યું કે માતા-પિતાએ બાળકોના શરૂઆતના વર્ષોમાં તેમના ચારિત્ર્યના ઘડતર પર ધ્‍યાન આપવું જોઈએ અને જેમ જેમ તેઓ મોટા થાય તેમ તેમને વધુ સ્‍વતંત્રતા આપવી જોઈએ. તેમણે કહ્યું, ્રૂષ્ઠયંદ્દ;મૂલ્‍યો લાદી શકાતા નથી. તે વડીલોના વર્તનનું નિરીક્ષણ કરીને સ્‍વાભાવિક રીતે આત્‍મસાત થાય છે.

હિન્‍દુ દેવી-દેવતાઓ વિશેનું જ્ઞાન શરૂઆતથી જ પાઠ્‍યપુસ્‍તકોમાં હોવું જોઈએ

મોહન ભાગવતે પાઠ્‍યપુસ્‍તકોમાં હિન્‍દુ દેવી-દેવતાઓ વિશેના જ્ઞાનનો સમાવેશ કરવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે માતા-પિતા પણ એટલા સક્ષમ હોવા જોઈએ કે જેથી તેઓ પોતાના ધર્મ વિશેના બાળકોના પ્રશ્નોના જવાબો આપી શકે. બાળકો અવારનવાર હિન્‍દુ દેવી-દેવતાઓ વિશે પ્રશ્નો કરે છે, પરંતુ માતા-પિતા ઘણીવાર તેમના જવાબો આપી શકતા નથી. બાળકો ઘણીવાર પાછા આવીને એવા પ્રશ્નો પૂછે છે જેના જવાબો આપવા જરૂરી હોય છે.

(10:42 AM IST)