News of Tuesday, 29th September 2026
પુણેમાં બેંક ઓફ ઈન્ડિયાની ઇમારતમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ
લક્ષ્મી રોડ વિસ્તારમાં શગુન ચોક નજીક બેંકની ઇમારતમાં આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

મહારાષ્ટ્રના પુણે શહેરમાં મંગળવારે બેંક ઓફ ઈન્ડિયાની ઇમારતમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લક્ષ્મી રોડ વિસ્તારમાં શગુન ચોક નજીક આવેલી બેંકની ઇમારતમાં આગની ઘટના સામે આવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, બેંકની ઇમારતના ઉપરના ભાગમાં આવેલી ઓફિસમાં આગ લાગી હતી. આગની જાણ થતાં આસપાસના વિસ્તારમાં પણ હલચલ મચી હતી. ફાયર વિભાગે તાત્કાલિક બચાવ અને આગ નિયંત્રણની કામગીરી શરૂ કરી હતી.
આગ કઈ માળે લાગી તે અંગે શરૂઆતમાં અલગ-અલગ માહિતી સામે આવી છે. કેટલાક અહેવાલોમાં ચોથી માળનો ઉલ્લેખ છે, જ્યારે અન્ય પ્રાથમિક માહિતીમાં છઠ્ઠી માળની વાત કરવામાં આવી છે. આગનું ચોક્કસ સ્થળ સત્તાવાર રીતે કઈ માળે હતું તેની પુષ્ટિ થવાની બાકી છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના કુલ સાત વાહનોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ફાયર કર્મચારીઓએ કામગીરી હાથ ધરી આગને નિયંત્રણમાં લીધી હતી. આગ બુઝાવ્યા બાદ ઇમારતમાં ફરીથી આગ ન ભભૂકે તે માટે કૂલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
રાહતની વાત એ છે કે હાલની માહિતી પ્રમાણે આગની આ ઘટનામાં કોઈ વ્યક્તિના મોત કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ દ્વારા આગના કારણો અને સંભવિત નુકસાન અંગે તપાસ અને આકલનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
