તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
પાકિસ્તાનની વ્યવસ્થા ધડામઃ ગૃહમંત્રી નકવીનો સ્વીકાર
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીરો દેશની સિસ્ટમ - વ્યવસ્થાને લઇને સત્યનો સ્વીકાર કર્યો છેઃ વહીવટીસુધારાની માંગ : ગૃહમંત્રી નકવીએ ભારતના સીજેપી આંદોલનના વખાણ કર્યાઃ સિસ્ટમ નહિ સુધરે તો પાકિસ્તાનમાં પણ વિદ્રોહથઇ શકે છે

ઇસ્લામાબાદ તા.૩૧: પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ ભારતમાં યુવાનો દ્વારા સંચાલિત સીજેપી આંદોલનની પ્રશંસા કરી છે. તેમણે પાકિસ્તાની શાસકોને પણ આવી જ લહેર માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. એક કાર્યક્રમમાં બોલતા, નકવીએ કહ્યું કે પાકિસ્તાનની વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો તેને સુધારવામાં નહીં આવે. તો શું રાજકારણીઓ આવા જ ઁબળવા માટે તૈયાર છે
નકવીની ટિપ્પણીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ઇસ્લામાબાદ અને રાવલપિડીના લોકો ભારતમાં સરહદ પાર સીજેપી જેવા યુવાનો દ્વારા સંચાલિત વિરોધ પ્રદર્શનો પર નજીકથી નજર રાખી રહ્યા છે. પાકિસ્તાની ગૃહમંત્રીએ પોતાના ભાષણમાં સીજેપી આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે યુવા આંદોલનો હવે સ્થાનિક મુદ્દો નથી. તેઓ દક્ષિણ એશિયાઈ દેશોમાં રાજકીય માળખાને ઉથલાવી પાડવા સક્ષમ બળ બની ગયા છે.
પાકિસ્તાનના ગૃહમંત્રીએ દેશના વર્તમાન વહીવટી માળખાને સંપૂર્ણપણે ખામીયુક્ત ગણાવ્યું અને કહ્યું, માનો કે ના માનો, આ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. નકવીએ કહ્યું કે ૧૦ વર્ષ પછી પણ આવી જ ચર્ચાઓ ચાલુ રહેશે, પરંતુ કંઈ બદલાશે નહીં.
આપણે જે વ્યવસ્થામાં રહીએ છીએ તે સંપૂર્ણપણે પડી ભાંગી છે. માનો કે ના માનો. હું એક વાત કહીશઃ આપણે બધા લોકશાહી ઇચ્છીએ છીએ, અને હું તેનો સૌથી મોટો સમર્થક છું અને રહીશ.
ત્યારબાદ નકવીએ પાકિસ્તાની નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, સમગ્ર પ્રદેશના યુવા નાગરિકો વ્યવસ્થિત પરિવર્તન, ન્યાયી રોજગાર અને મૂળભૂત નાગરિક સુવિધાઓની માંગ કરી રહ્યા છે. નકવીએ પાકિસ્તાનની રાજકીય વ્યવસ્થાની આકરી ટીકા કરતા કહ્યું કે, નેતાઓ ચૂંટણી પ્રચાર માટે લાખો રૂપિયા એકઠા કરે છે પરંતુ આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં નિષ્ફળ જાય છે.
ભારતમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ચળવળનું ઉદાહરણ આપતા, પાકિસ્તાની ગૃહમંત્રીએ પોતાની સરકારના શાસકોને ચેતવણી આપી. તેમણે કહ્યું કે જો આ જર્જરિત વ્યવસ્થામાં સુધારો નહીં થાય અને આ રીતે ચાલુ રહેશે, તો તે જ અનિયંત્રિત ક્રાંતિ થશે જે આજકાલ પડોશી દેશોના રાજકીય પરિદ્રશ્યમાં ફેલાઈ રહી છે
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ પાકિસ્તાનની વાસ્તવિકતા ઉજાગર કરી છે. અસીમ મુનીરના સાળા નકવીએ એક મહત્વપૂર્ણ સત્ય સ્વીકાર્યું છે, જે દેશની શાસન વ્યવસ્થાને ઉજાગર કરે છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે અને હવે તે દેશના પડકારોનો સામનો કરવા સક્ષમ નથી.
નકવીએ માંગ કરી હતી કે પાકિસ્તાનને નવા વહીવટી એકમોની રચના સહિત વહીવટી સુધારાઓની જરૂર છે. આ માંગ ઘણા રાજકીય પક્ષોની સારા શાસન માટે વધુ પ્રાંતોની રચના માટેની માંગણીઓનો પડઘો પાડે છે.
ઇસ્લામાબાદમાં પ્રથમ પાકિસ્તાન આર્થિક સમિટને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું, આપણે જે વ્યવસ્થામાં રહીએ છીએ તે પડી ભાંગી છે. તમે ૭૦ વર્ષથી આ વ્યવસ્થાને ખેંચી રહ્યા છો, અને જ્યારે આપણે બધા લોકશાહી ઇચ્છીએ છીએ, ત્યારે લોકશાહીના ઘણા સ્વરૂપો છે. વર્તમાન વ્યવસ્થા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવી શકાતો નથી.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
