તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
અરબી સમુદ્રમાં પાકિસ્તાનનું દુઃસાહસ ઊંધું પડ્યું: ભારતીય યુદ્ધજહાજ સાથે અથડાવતાં પીએનએસ હુનૈનના ભુક્કા બોલી ગયા!
ભારતના ૭,૪૦૦ ટનના મહાકાય ‘કોલકાતા-ક્લાસ’ ડિસ્ટ્રોયર સામે પાકિસ્તાનનું ૨,૬૦૦ ટનનું જહાજ અથડાતાં ભારે ક્ષતિગ્રસ્ત : બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં ભારતીય સીમા નજીક ઉશ્કેરણીજનક હરકત કરવી પાકિસ્તાની નૌકાદળને ભારે પડી ગઈ છે. ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત દેખરેખ મિશન પર તૈનાત ભારતીય નૌકાદળના શક્તિશાળી 'કોલકાતા-ક્લાસ' ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર જહાજ સાથે પાકિસ્તાનનું 'પીએનએસ હુનૈન' યુદ્ધજહાજ અથડાતાં પાકિસ્તાની જહાજને ગંભીર નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે ભારે તણાવ સર્જાયો છે અને બંને પક્ષોએ એકબીજાના રાજદ્વારીઓને સમન્સ પાઠવ્યા છે.
વિદેશ મંત્રાલયના અહેવાલો મુજબ, ભારતીય યુદ્ધજહાજ પોતાના નિર્ધારિત રૂટ પર પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાની જહાજે તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. ખૂબ જ નજીકથી પસાર થવાના પ્રયાસમાં ઝડપથી આગળ વધી રહેલું પીએનએસ હુનૈન ભારતીય જહાજ સાથે અથડાઈ ગયું હતું. આ ટક્કરમાં ૭,૪૦૦ ટન વજન ધરાવતા ભારતીય યુદ્ધજહાજને કોઈ જ માળખાકીય નુકસાન થયું ન હતું અને તેણે પોતાનું મિશન ચાલુ રાખ્યું હતું. જ્યારે બીજી તરફ માત્ર ૨,૬૦૦ ટન વજન ધરાવતા પાકિસ્તાની જહાજના આગળના ભાગે (ધનુષ્ય/Bow) મોટો ખાડો પડી ગયો હતો અને તિરાડો પડતાં તેને સમારકામ માટે તાત્કાલિક બંદર પર પાછા ફરવાની ફરજ પડી હતી.ભારતમાં બનેલું આ ફ્રન્ટલાઈન યુદ્ધજહાજ ૧૬૪ મીટર લાંબુ અને ૭,૪૦૦ ટન વજન ધરાવે છે. તે ૩૦ નોટની ઝડપે ચાલે છે અને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ, લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો, ૩૬૦-ડિગ્રી એડવાન્સ્ડ રડાર, ૭૬-મીમી ગન તેમજ AK-630 વેપન સિસ્ટમ જેવા અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે.
યાર્મુક-ક્લાસનું આ પેટ્રોલ જહાજ ૨,૬૦૦ ટન વજન અને ૯૮ મીટર લંબાઈ ધરાવે છે. ૨૫ નોટની ઝડપ ધરાવતું આ જહાજ માત્ર દરિયાઈ દેખરેખ અને મર્યાદિત યુદ્ધ ક્ષમતાઓ માટે જ સક્ષમ છે, જેમાં એન્ટી-શિપ મિસાઈલ અને ૩૦ મીમી નેવલ ગનનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર, OSINT એકાઉન્ટ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટનામાં ચાર પાકિસ્તાની નૌકાદળના કર્મચારીઓ પણ ઘાયલ થયા છે, જોકે પાકિસ્તાન સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેનું જહાજ 'સી સ્પાર્ક' કવાયતનો ભાગ હતું, પરંતુ ભારત સામે દાદાગીરી કરવા ગયેલા પાકિસ્તાનને પોતાનું જહાજ ક્ષતિગ્રસ્ત કરાવીને શરમાજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
