તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
પાકિસ્તાનના અસ્તિત્વ પર મોટું સંકટ: ‘રિપબ્લિક ઓફ બલુચિસ્તાન’ની સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેરાતથી ઈસ્લામાબાદમાં હડકંપ
સશસ્ત્ર બળવાખોરોએ ૮૫ ટકા વિસ્તાર પર કબજો જમાવ્યાનો દાવો: પોતાના રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને અલગ વહીવટી તંત્રની કરી જાહેરાત, પાકિસ્તાની એજન્સીઓના અધિકારીઓના સામૂહિક રાજીનામાથી ખળભળાટ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ગંભીર આંતરિક અને અસ્તિત્વનો સંકટ સામે આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ અને દમન વચ્ચે, બલુચિસ્તાને પોતાને એક ‘સ્વતંત્ર દેશ’ તરીકે જાહેર કરીને પાકિસ્તાન સરકારને ચોંકાવી દીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સત્તાવાર પત્ર અને નિવેદન બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
‘રિપબ્લિક ઓફ બલુચિસ્તાન’નું એલાન
વાયરલ થયેલા અહેવાલો મુજબ, ‘રિપબ્લિક ઓફ બલુચિસ્તાન’ના નામે જાહેર કરવામાં આવેલા આ સંબોધનમાં સ્પષ્ટપણે પાકિસ્તાનથી અલગ થવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘોષણામાં દાવો કરવામાં આવ્યો છે કે બલુચિસ્તાનની સશસ્ત્ર દળોએ પ્રાંતના લગભગ ૮૫ ટકા ભૌગોલિક વિસ્તાર પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે. આ નવા રાષ્ટ્રએ માત્ર આઝાદીની જાહેરાત જ નથી કરી, પરંતુ પોતાના રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, નવી ચલણી નોટો અને એક સ્વતંત્ર વહીવટી માળખાની પણ સત્તાવાર રચના કરી છે.
સંસાધનો પર કબજો અને પાકિસ્તાની તંત્રમાં ભંગાણ
બલુચિસ્તાનના આ નવા વહીવટીતંત્રે પ્રાંતના કુદરતી સંસાધનો, જેમાં ગેસ ફિલ્ડ્સ, કોલસાની ખાણો અને કિંમતી ખનિજ ભંડારોનો સમાવેશ થાય છે, તેના પર સંપૂર્ણ કબજો મેળવી લીધો હોવાનો દાવો કર્યો છે. આ પરિસ્થિતિ પાકિસ્તાન માટે માત્ર રાજકીય નહીં પણ આર્થિક રીતે પણ મોટો ફટકો સાબિત થઈ રહી છે. એટલું જ નહીં, અહેવાલો એવા પણ છે કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ અને વહીવટી વિભાગમાં કામ કરતા અનેક કર્મચારીઓએ સામૂહિક રાજીનામા આપીને બલુચિસ્તાનની નવી વ્યવસ્થા સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે, જેનાથી પાકિસ્તાની સુરક્ષા તંત્ર હચમચી ગયું છે.
દાયકાઓથી ચાલી રહેલો રોષ અને આક્રોશ
બલુચિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની સેના અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોનું પ્રમાણ વધ્યું હતું. સ્થાનિક લોકો વારંવાર પાકિસ્તાની આર્મી ચીફ અને વડાપ્રધાન વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરીને સૂત્રોચ્ચાર કરતા આવ્યા છે. માનવાધિકારનું ઉલ્લંઘન, લાપતા વ્યક્તિઓ અને અવાજ દબાવવાની સરકારી નીતિઓ સામે આ આઝાદીની જાહેરાત એક ચરમસીમા સમાન માનવામાં આવી રહી છે. ઈસ્લામાબાદ અત્યારે આ સમગ્ર મામલાને લઈને ભારે દબાણમાં છે, અને આ ઘટનાક્રમે દક્ષિણ એશિયાના ભૂ-રાજકીય સમીકરણોને બદલી નાખવાની આશંકા ઊભી કરી છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
