તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
આર્થિક તંગી વચ્ચે પાકિસ્તાનનો બેવડો ચહેરો: લિબિયાને હથિયારો વેચવાના સોદા પાછળ ચીનની ભૂમિકા અને ‘શાંતિદૂતના’ ઢોંગનો પર્દાફાશ
એક તરફ વિશ્વ સમક્ષ આર્થિક મદદ માટે હાથ ફેલાવતો પાકિસ્તાન, બીજી તરફ ગેરકાયદેસર શસ્ત્ર સોદાઓમાં સંડોવાયેલો: આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની મુત્સદ્દીગીરી પર ઉઠ્યા સવાલો

ઈસ્લામાબાદ:એકબાજુ આર્થિક પાયમાલીનો સામનો કરી રહેલું પાકિસ્તાન વિશ્વના દેશો સામે મદદ માટે સતત મદદનો હાથ લંબાવી રહ્યું છે, તો બીજી બાજુ તેની રહસ્યમયી અને શંકાસ્પદ સૈન્ય ગતિવિધિઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ, પાકિસ્તાન લિબિયાને હથિયારો પૂરા પાડવાના એક મોટા સોદામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. શાંતિ અને સ્થિરતાની વાતો કરનાર પાકિસ્તાનનો આ ડબલ ગેમનો ખેલ હવે જગજાહેર થયો છે.
ગેરકાયદેસર શસ્ત્ર સોદામાં પાકિસ્તાની કાવતરું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન લિબિયા સાથે હથિયારોના વેપારને લઈને ગુપ્ત કરાર કરી રહ્યું છે. જે દેશ પોતાની જનતાને ભૂખમરામાંથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન માંગવા મજબૂર છે, તે જ દેશ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં હથિયારો મોકલીને પોતાની તિજોરી ભરવાના પ્રયાસો કરી રહ્યો છે. આ પગલાંને લીધે પાકિસ્તાનની શાંતિદૂત બનવાની ઈમેજને મોટો ફટકો પડ્યો છે.
ચીનની ભૂમિકા અને વધતી શંકાઓ
આ સમગ્ર મામલામાં ચીનનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, આ શસ્ત્ર સોદા પાછળ ડ્રેગનનો સીધો હાથ હોવાની શક્યતા છે. ચીન પોતાના ભૌગોલિક-રાજકીય હિતો સાધવા માટે પાકિસ્તાનનો એક સાધન તરીકે ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાનના આ સોદાઓ માત્ર લિબિયાની આંતરિક સ્થિતિને જ નહીં, પરંતુ સમગ્ર પ્રદેશની શાંતિને પણ જોખમમાં મૂકી શકે છે. પાકિસ્તાન જે રીતે આર્થિક સહાય મેળવવા માટે દયાની ભીખ માંગે છે અને બીજી તરફ હથિયારોનો વેપાર કરે છે, તે તેની વિદેશ નીતિની અસ્પષ્ટતા અને નિષ્ફળતા દર્શાવે છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની એકલતા
પાકિસ્તાનના આ પ્રકારના નાપાક ઈરાદાઓ સામે હવે વૈશ્વિક સમુદાય પણ જાગૃત બન્યો છે. અગાઉ પણ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવા અને ગેરકાયદેસર રીતે હથિયારોના સપ્લાયનો આરોપ લાગતો રહ્યો છે. લિબિયા સાથેનો આ નવો વિવાદ પાકિસ્તાનના તે દાવાઓની પોલ ખોલી રહ્યો છે જેમાં તે પોતાને એક જવાબદાર રાષ્ટ્ર તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોનું માનવું છે કે પાકિસ્તાનની આ 'ડિપ્લોમેસી' હવે આડેહાથ આવી ગઈ છે અને તેના કારણે તેને ભવિષ્યમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલમાં આ મુદ્દે પાકિસ્તાન સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તેની આબરૂના ધજાગરા જરૂર થયા છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
