તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
પાકિસ્તાનનું '૫૦૦ કરોડનું જૂઠાણું': ઓપરેશન સિંદૂરના જખમો પર પ્રચારનો લેપ : શું જનતા માની જશે આ નકલી જીત?
ભૂખમરો અને નાદારી વચ્ચે પાકિસ્તાની સેનાનું અજબ ગજબ 'નાટક' : ૧૦ દિવસીય ઉત્સવના નામે આતંકવાદી આકાઓને રસ્તા પર ઉતાર્યા અને ભારતીય વાયુસેનાના ખૌફને છુપાવવા બિલાવલ ભુટ્ટોએ પણ સુર પુરાવ્યો

ઇસ્લામાબાદ: પાકિસ્તાન અત્યારે એક એવા વળાંક પર ઉભું છે જ્યાં લોટ માટે લડાઈ ચાલી રહી છે, છતાં તેની સેના અને શાસકો ગત વર્ષે 'ઓપરેશન સિંદૂર'માં મળેલી કારમી હારને છુપાવવા માટે અંધાધૂંધ ખર્ચ કરી રહ્યા છે. ગુપ્તચર અહેવાલો મુજબ, આર્થિક પાયમાલીના આરે હોવા છતાં પાકિસ્તાને ૫૦૦ કરોડ રૂપિયા (અંદાજે ૫ બિલિયન પાકિસ્તાની રૂપિયા) માત્ર પ્રોપેગન્ડા પાછળ ખર્ચી નાખ્યા છે. 'અશરા-એ-તશક્કુર ફતેહ-એ-મુનીબ' નામના ૧૦ દિવસના ઉત્સવ દ્વારા સેના એવો ભ્રમ પેદા કરવા માંગે છે કે તેઓ જીત્યા હતા, જ્યારે હકીકત એ છે કે ભારતીય વાયુસેનાના પ્રહાર સામે ત્યારે પાકિસ્તાને યુદ્ધવિરામની ભીખ માંગવી પડી હતી.
પાકિસ્તાનની શેરીઓમાં અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કોઈ સભ્ય દેશ માટે શરમજનક છે. જે આતંકવાદીઓ ઓપરેશન સિંદૂર વખતે પોતાના દરોમાં છુપાઈ ગયા હતા, તેઓ અત્યારે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના બેનરો સાથે ખુલ્લેઆમ રેલીઓ કાઢી રહ્યા છે. ૮ મેના રોજ તમામ મસ્જિદો અને રાજકીય પક્ષોને આ 'નકલી જીત'નો પ્રચાર કરવા આદેશ અપાયો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો પણ આ નાટકમાં જોડાઈને સ્ટેજ પરથી 'નિશ્ચયના વિજય'ની વાતો કરી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે ત્યાંની સત્તા અને સેના જનતાનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી ભટકાવવા માટે ગમે તે હદે જઈ શકે છે.
આ સમગ્ર કવાયત પાછળ પાકિસ્તાનનો પેલો જૂનો ડર છુપાયેલો છે જે ગત વર્ષે ૭ થી ૧૦ મે દરમિયાન જોવા મળ્યો હતો. જ્યારે ભારતીય વિમાનો પાકિસ્તાનના પરમાણુ મથકોની નજીક પહોંચ્યા હતા, ત્યારે ઈસ્લામાબાદના શાસકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ૯ અને ૧૦ મેના રોજ રાવલપિંડીમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમો માત્ર એક 'કાલ્પનિક બહાદુરી'નો શો હશે. આંતરરાષ્ટ્રીય સ્તરે જે દેશની શાખ તળિયે છે, તે દેશ પોતાના જ લોકો સમક્ષ ખોટા ઈતિહાસની રચના કરીને પોતાની નિષ્ફળ સેનાની છબી સુધારવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યો છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
