તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
મીરપુરમાં પાકિસ્તાની આતંકી દળોનો કહેર: બિલાલ મસ્જિદમાં નિર્દોષ નમાઝીઓ પર અંધાધૂંધ ગોળીબાર: ઈમામ મૌલાના ઈનાયતુલ્લાહની માથામાં ગોળી મારી ઘાતકી હત્યા

મીરપુર: પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના મીરપુરમાં એક અત્યંત હચમચાવી મુકનાર અને દર્દનાક ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ મીરપુરની બિલાલ મસ્જિદમાં પાકિસ્તાની આતંકી દળો દ્વારા નિર્દોષ નમાઝીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે.
આ ગોઝારી ઘટનામાં ખારિયાં વિસ્તારના વતની અને બિલાલ મસ્જિદના ઈમામ મૌલાના ઈનાયતુલ્લાહની અત્યંત નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી છે.
પાકિસ્તાની આતંકવાદી દળોએ મસ્જિદની અંદર ઘૂસીને મૌલાના ઈનાયતુલ્લાહના માથાના ભાગે સીધી ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ સમગ્ર મીરપુર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિસ્તારમાં ભારે રોષ અને તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વિવિધ ન્યૂઝ પોર્ટલ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મસ્જિદની અંદરની ભયાનક સ્થિતિ અને લોકોની નાસભાગ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
શાંતિથી નમાઝ પઢી રહેલા નિર્દોષ લોકો પર અચાનક થયેલા આ કાયરતાપૂર્ણ હુમલાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા આખી દુનિયા સામે ખુલ્લી પાડી દીધી છે. આ આતંકી હુમલાને પગલે સ્થાનિક લોકોમાં પાકિસ્તાન સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોના દ્રશ્યો આ ભયાનક ક્રૂરતાની સાક્ષી પૂરે છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
