તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
તેહરાનમાં પાકિસ્તાની આર્મી ચીફ ભયભીત: ઈરાનના સૌથી 'ભયાનક નેતા' સામે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર લાચાર બન્યા
ટ્રમ્પનો ગુપ્ત સંદેશ લઈને મધ્યસ્થી કરવા પહોંચેલા પાકિસ્તાની સેનાપતિને ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફે રૂબરૂમાં ખખડાવ્યા : પાકિસ્તાન અને અમેરિકાને આપી જીવનભર યાદ રહે તેવી કડક ચેતવણી

તેહરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને રોકવા માટે વોશિંગ્ટનના દૂત બનીને તેહરાન પહોંચેલા પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને ઈરાન તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો અને અપમાનજનક રાજદ્વારી આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા અને મીડિયા વર્તુળોમાં 'ટ્રમ્પના પ્રિય' તરીકે ઓળખાતા જનરલ મુનીર શુક્રવારે એક બંધ રૂમની બેઠકમાં ઈરાનના સૌથી કઠોર અને પ્રભાવશાળી નેતા ગણાતા સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફની સામે બેઠા હતા. આ હાઈ-પ્રોફાઈલ બેઠક દરમિયાન ઈરાની સ્પીકરે પાકિસ્તાની આર્મી ચીફને જે કડક શબ્દોમાં ઠપકો આપ્યો, તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઈરાનના સરકારી ટેલિવિઝન દ્વારા જારી કરાયેલા અહેવાલો અને તસવીરોમાં બેઠકનું અત્યંત તંગ વાતાવરણ સ્પષ્ટ જોઈ શકાતું હતું. પાકિસ્તાની સેનાપતિ અસીમ મુનીર ખુરશી પર અસહાય મુદ્રામાં બેઠા હતા, જ્યારે મોહમ્મદ બાઘર ગાલિબાફે આક્રમક વલણ સાથે બંને હાથ લંબાવીને ગર્જના કરી હતી કે, "ઈરાનનું ઈસ્લામિક રિપબ્લિક પોતાના સાર્વભૌમત્વ અને લોકોના અધિકારો સાથે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી." ઈરાને પાકિસ્તાનને ભરી સભામાં ચેતવણી આપી દીધી છે કે તે અમેરિકાની હિમાયત કરવાનું અને વચેટિયા બનવાનું તાત્કાલિક બંધ કરે, કારણ કે ઈરાન કોઈના દબાણમાં આવ્યા વિના માત્ર પોતાની શરતો પર જ વાત કરશે.
આટલું જ નહીં, ગાલિબાફે પાકિસ્તાની આર્મી ચીફના માધ્યમથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ એક અત્યંત ચિંતાજનક લશ્કરી સંદેશો પાઠવ્યો છે. તેમણે દાવો કર્યો કે તાજેતરના યુદ્ધવિરામનો લાભ લઈને ઈરાની સશર્સ્ત્ર દળોએ પોતાની સૈન્ય ક્ષમતાઓને ઘણી ગણી મજબૂત કરી લીધી છે. જો અમેરિકાએ બીજી ભૂલ કરીને યુદ્ધ છેડવાનો પ્રયાસ કર્યો, તો આ વખતે તેના અને તેના સાથી દેશો માટેના પરિણામો પહેલા કરતાં વધુ વિનાશક, કારમા અને કડવા હશે. રાજદ્વારી નિષ્ણાતોના મતે, અમેરિકન શરતો મનાવવા ગયેલા પાકિસ્તાનનું આ વૈશ્વિક મંચ પર મોટું અપમાન છે, જેને જનરલ અસીમ મુનીર ક્યારેય ભૂલી શકશે નહીં.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
