તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
વિશ્વ શાંતિ માટે ફરી પાકિસ્તાન બનશે મધ્યસ્થી: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની 'મહા-વાટાઘાટો' ઈસ્લામાબાદમાં યોજાશે
૨૧ એપ્રિલે યુદ્ધવિરામ પૂર્ણ થાય તે પહેલા વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે બાજી સુધારવા શેહબાઝ શરીફ સરકાર એક્ટિવ; ગમે ત્યારે વાટાઘાટોનો બીજો તબક્કો શરૂ થવાની શક્યતા

ઈસ્લામાબાદ: વિશ્વના બે કટ્ટર હરીફો, અમેરિકા અને ઈરાનને ફરી એકવાર વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે પાકિસ્તાન 'ગ્લોબલ શાંતિ દૂત'ની ભૂમિકા ભજવી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈસ્લામાબાદમાં આગામી સપ્તાહ સુધીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની ઉચ્ચ સ્તરીય શાંતિ વાટાઘાટો શરૂ થઈ શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ પોતે આ સંપર્કોમાં સક્રિયપણે રોકાયેલા છે જેથી પશ્ચિમ એશિયામાં પ્રવર્તતા તણાવને ઓછો કરી શકાય.
યુદ્ધવિરામ પૂર્ણ થાય તે પહેલા 'ડેડલાઈન'
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં બે અઠવાડિયાનો યુદ્ધવિરામ અમલમાં છે, જે ૨૧ એપ્રિલના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ સમયસીમા પૂરી થાય તે પહેલા બંને પક્ષો વચ્ચે કોઈ નક્કર સમજૂતી થઈ જાય તેવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના જણાવ્યા અનુસાર, ૧૬ થી ૨૧ એપ્રિલ દરમિયાન ગમે ત્યારે આ મહત્ત્વની બેઠક પાકિસ્તાનની ધરતી પર યોજાઈ શકે છે.
પાકિસ્તાનનો દબદબો કે દબાણ?
પાકિસ્તાન માટે આ માત્ર એક રાજદ્વારી સફળતા નથી, પરંતુ વૈશ્વિક સ્તરે પોતાની વિશ્વસનીયતા સાબિત કરવાની તક પણ છે. વડાપ્રધાન શરીફ હાલમાં ઈરાની સલાહકાર સભાના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ અને અમેરિકી પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છે. આ વાટાઘાટોનો મુખ્ય હેતુ અટકી પડેલી શાંતિ પ્રક્રિયાને ફરી વેગ આપવાનો અને બંને પરમાણુ શક્તિઓ વચ્ચેના વૈમનસ્યને ઘટાડવાનો છે.
દુનિયાની નજર ઈસ્લામાબાદ પર
જો આ બીજા રાઉન્ડની વાટાઘાટો સફળ રહેશે, તો તે માત્ર પાકિસ્તાન માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર હશે. આ અગાઉના રાઉન્ડમાં કેટલીક બાબતો પર અસંમતિ રહી હતી, પરંતુ હવે બંને પક્ષો ફરી મળવા માટે સહમત થયા છે તે જ એક પોઝિટિવ સંકેત માનવામાં આવી રહ્યો છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
