તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન બેબાકળું: સિંધુ જળ કરાર મોકૂફીના મુદ્દે પાકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના દ્વાર ખખડાવ્યા
એપ્રિલ ૨૦૨૫ના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે લીધેલા આકરા નિર્ણયથી પાડોશી દેશમાં ફફડાટ, વિશ્વ બેંકની મધ્યસ્થતાવાળા કરાર મામલે વૈશ્વિક મંચ પર કાકલૂદી કરતું પાકિસ્તાન

નવી દિલ્હી:ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા જળ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. ભારતના મક્કમ અને આકરા વલણથી ઘેરાયેલા પાકિસ્તાને હવે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) સમક્ષ અપીલ કરીને આ મામલે તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરી છે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારત દ્વારા સિંધુ જળ કરારનું કથિત રીતે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમના દેશ માટે મોટું જળ સંકટ ઊભું થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૬૦માં વિશ્વ બેંકની મધ્યસ્થતાથી ઐતિહાસિક 'સિંધુ જળ કરાર' કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ બંને દેશો વચ્ચે નદીઓના પાણીની વહેંચણીના નિયમો નક્કી કરાયા હતા. જોકે, એપ્રિલ ૨૦૨૫માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને આ કરારને સસ્પેન્ડ (મોકૂફ) કરી દીધો હતો. ભારતનું સ્પષ્ટ માનવું છે કે આતંક અને સરહદ પારની ચર્ચાઓ કે પાણીની વહેંચણી એકસાથે ચાલી શકે નહીં.
ભારત સરકારે પોતાના સાર્વભૌમ અધિકારોનો ઉપયોગ કરીને પાકિસ્તાનને પાણી રોકવા અને કરાર સ્થગિત કરવા જેવા મજબૂત પગલાં ભરતા જ પાકિસ્તાનની આર્થિક અને સામાજિક સ્થિતિ વધુ કટોકટીભરી બની છે. વૈશ્વિક મંચો પર અવારનવાર કાશ્મીર અને અન્ય મુદ્દે નિષ્ફળ રહેલું પાકિસ્તાન હવે સિંધુ નદીના પાણીના મુદ્દે સુરક્ષા પરિષદમાં રોદણાં રડી રહ્યું છે. રાજદ્વારી નિષ્ણાતોના મતે, ભારતની કૂટનીતિ સામે પાકિસ્તાન લાચાર બન્યું છે અને આ આંતરરાષ્ટ્રીય અપીલ તેની એ જ મજબૂરી દર્શાવે છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
