તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
પાકિસ્તાનના ગૃહમંત્રી ઈરાન પહોંચ્યા: ઈરાનના સંસદ સ્પીકર વચ્ચે તેહરાનમાં મહત્વપૂર્ણ વાટાઘાટો યોજાઈ
અમેરિકા-ઈરાન વચ્ચે અટકી પડેલી શાંતિ વાટાઘાટોને ફરી શરૂ કરવાના હેતુથી પાકિસ્તાને ફરી સક્રિય મધ્યસ્થી કરવાની શરૂઆત કરી

અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તતા તણાવને ઘટાડવાના પ્રયાસરૂપે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ તેહરાનની મુલાકાત લઈને ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ સાથે સીધી મંત્રણા કરી છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચે અટકી પડેલી શાંતિ વાટાઘાટોને ફરી શરૂ કરવાના હેતુથી પાકિસ્તાને સક્રિય મધ્યસ્થી કરવાની શરૂઆત કરી છે.
આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓ અનુસાર, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ તેહરાનમાં ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને ઈરાની ગૃહમંત્રી ઈસ્કંદર મોમેની સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
આ બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન બંને પાડોશી દેશો વચ્ચે સરહદી વેપાર, સુરક્ષા અને પ્રાદેશિક શાંતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉ પાકિસ્તાનના આર્મી ચીફ પણ તેહરાન ગયા હતા. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેમના સુધારેલા શાંતિ પ્રસ્તાવને સ્વીકારે તો જ આગળની વાટાઘાટો સફળ થઈ શકશે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
