તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
પહેલગામ હુમલાની વરસીઃ કાશ્મીરમાં સુરક્ષા સઘનઃ એજન્સીઓ હાઈએલર્ટ પર
૨૬ નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ બૈસરન ખીણ હજુ બંધઃ ૪૦ ટકા પ્રવાસી ઘટયા

પહેલગામ,તા.૨૧: જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની વરસી પૂર્વે કાશ્મીરમાં સુરક્ષા સઘન બનાવાઈ છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ શ્રીનગરથી ૯૫ કિમી દૂર બૈસરન ખીણમાં આતંકીઓએ ૨૬ નિર્દોષ લોકોની હત્યા કરી હતી, ત્યારથી આ ખીણ પ્રવાસીઓ માટે બંધ છે. હાલમાં બૈસરન ખીણમાં પ્રવેશબંધી છે, જ્યારે બેતાબ વેલી અને ચંદનવાડી જેવા સ્થળો ખુલ્લા છે. આ હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ૩૦-૪૦ ટકાનો ઘટાડો થયો છે, જેને લીધે સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
દરમિયાન, ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર ‘ઓપરેશન સિદૂર'ની થીમ સાથે આતંકીઓને કડક ચેતવણી આપી છે. સેનાએ લખ્યું કે, ભારત કંઈ ભૂલ્યું નથી. જ્યારે માનવતાની હદ પાર થાય છે, ત્યારે જડબાતોડ જવાબ અપાય છે. ન્યાય થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલાનો બદલો લેવા વાયુસેનાએ ૬-૭મી મે ૨૦૨૫ની મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી હતી. માત્ર ૨૫ મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં ૭ શહેરોમાં આતંકીઓના ૯ અડ્ડા ધ્વસ્ત કરાયા હતા.
પ્રવાસીઓની સુરક્ષા માટે વહીવટીતંત્રે અનેક આધુનિક પગલાં લીધા છે. દરેક સર્વિસ પ્રોવાઈડર, ટેક્સી ડ્રાઈવર અને ગાઈડની તપાસ કરી તેમને વિશિષ્ટ ‘ક્યુઆર કોડ' આપવામાં આવ્યા છે. ‘સ્કેન મી' સુવિધા દ્વારા અત્યાર સુધીમાં ૭ હજાર લોકોની ઓળખ સુનિヘતિ કરાઈ છે. બૈસરન ખીણ જેવા પહાડી વિસ્તારોમાં ઘૂસણખોરી રોકવા માટે સેનાની ૧૫ થી ૨૦ જવાનોની નાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ અપ્રિય ઘટનાને અટકાવી શકાય.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
