News of Friday, 13th November 2026
અમેરિકાની ટેક કંપની માઇક્રોસોફ્ટની સર્વર સંબંધિત ખામી સર્જાતા આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365 વૈશ્વિક સ્તરે ઠપ
વિક્ષેપ બાદ કંપની દ્વારા સેવાઓને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી

નવી દિલ્હી : તાજેતરમાં અમેરિકન ટેક કંપની માઇક્રોસોફ્ટની સેવાઓમાં સર્વર સંબંધિત ખામી સર્જાતા આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365 વૈશ્વિક સ્તરે ઠપ થઈ ગયા હતા, જેના કારણે દુનિયાભરના દૈનિક ઓફિસ અને વ્યવસાયિક કામકાજ પર મોટી અસર પડી હતી। આ અચાનક થયેલી ટેક્નિકલ સમસ્યાના લીધે હજારો યુઝર્સને ઈમેલ મોકલવા કે રિસીવ કરવામાં તેમજ ઇનબોક્સ લોડ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। એટલું જ નહીં, પ્લેટફોર્મ પર લોગ-ઈન કરતી વખતે પણ યુઝર્સ ખૂબ જ પરેશાન થયા હતા અને આ વિક્ષેપ બાદ કંપની દ્વારા સેવાઓને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
