તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ત્રણ ચાર વર્ષની એક સાથે અપાયેલી જીએસટી નોટિસ રદ કરવાનો આદેશ
મુંબઇ હાઇકોર્ટ દ્વારા વેપારીની તરફેણમાં આપેલા ચુકાદાથી વેપારીઓને ફરી રાહત

મુંબઇ તા.૧૮: જીએસટી વિભાગ દ્વારા વેપારીઓને એકસાથે ત્રણથી ચાર વર્ષથી નોટિસ ફટકારવામાં આવતી હોય છે. તેમાં અગાઉ પણ આવી નોટિસ રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જયારે હાલમાં જ મુંબઇ હાઇકોર્ટે પણ આરીતે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી નોટિસ રદ કરવાનો આદેશ કરતા વેપારીઓને રાહત થવાની છે.
જીએસટી કાયદા હેઠળ એકથી વધુ નાણાકીય વર્ષોને એકસાથે જોડીને આપવામાં આવતી કારણદર્શક નોટિસો સામે બોમ્બે હાઈકોર્ટે કરદાતાઓની તરફેણમાં મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદા હેઠળ મલ્ટિ-ઘર નોટિસ માન્ય નથી અને તેથી આવી નોટિસ રદબાતલ ઠરે છે. ગણેશ વાલ્મીક બાવને વિરુદ્ધ જોઈન્ટ ડિરેક્ટર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ કેસમાં ડિપાર્ટમેન્ટ દ્વારા બહુવિધ નાણાકીય વર્ષોને સાંકળીને નોટિસ પાઠવવામાં આવી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે જીએસટી એક્ટની કલમ ૭૩/૭૪ હેઠળ દરેક નાણાકીય વર્ષ માટે ઓર્ડર અને નોટિસની સમયમર્યાદા સ્વતંત્ર રીતે ગણવાની રહે છે. જેથી એકસાથે ક્લબ કરીને સંયુક્ત નોટિસ જારી કરવી કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ધ છે. આ હુકમ એટલા માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા માથુર પોલિમર્સ કેસમાં અપાયેલા ડિસમિસલ પર સીધો વિચાર કરવામાં આવ્યો છે. બોગસ બિલિગ કે ફેક ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાબતે ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા પાયે કલમ ૭૪ હેઠળ એકથી વધુ વર્ષોની સંયુક્ત નોટિસો ફટકારવામાં આવી રહી છે.
સીએ અતિત ડી. શાહ જણાવે છે કે હાલમાં જે વેપારીઓને આવા બોગસ કેસો સંદર્ભે મહિલ્ટ-ઘર નોટિસો મળી છે, તેમના માટે ડિપાર્ટમેન્ટ સમક્ષ આ ગાઉન્ડ પર કાનૂની બચાવ કરવાનો આ એક મજબૂત આધાર બની રહેશે. તેમજ વેપારીઓને આ આદેશને કારવો વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓ દ્વારા આ રીતે નોટિસ આપવામાં આવતી હોય છે. જયારે જીએસટીના કાયદામાં જ આવી રીતે નોટિસ આપવાનું ગેરકાયદે હોવાનું જણાવ્યું છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
