News of Thursday, 1st October 2026
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના વિપક્ષ પર આકરા પ્રહારો: ગુજરાતના વિકાસ મોડલનું ઉદાહરણ આપી કહી મોટી વાત
તાજેતરના સર્વેમાં NDA સરકારની લોકપ્રિયતા વધ્યાનો દાવો, રાજકીય સ્થિરતા અને એક જ સરકારના લાંબા શાસનથી વિકાસ કાર્યોને વેગ મળતો હોવાનું નિવેદન

અમરાવતી : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં યોજાયેલા એક સર્વેનો હવાલો આપીને વિપક્ષી દળો પર તીખા પ્રહારો કર્યા છે અને દાવો કર્યો છે કે દેશમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે.
રેપલ્લે ખાતે યોજાયેલા 'પેડાલા સેવલો NTR ભરોસા' નામના સરકારી પેન્શન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે તાજેતરના સર્વેક્ષણો દર્શાવે છે કે વિપક્ષી પાર્ટીઓની લોકપ્રિયતામાં મોટો ઓટ આવ્યો છે, જ્યારે પ્રજાનો એનડીએ ગઠબંધન પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
પોતાના સંબોધન દરમિયાન તેમણે ગુજરાતનું ખાસ ઉદાહરણ આપતા કહ્યું હતું કે કોઈ પણ રાજ્ય કે દેશમાં રાજકીય સ્થિરતા અને લાંબા સમય સુધી એક જ સરકાર રહેવાથી નીતિઓ અને વિકાસ યોજનાઓને ઝડપી વેગ મળે છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ભાજપના શાસનમાં સતત પ્રગતિ કરી શ્રેષ્ઠ પર્ફોર્મ કરનારું ગુજરાત રાજ્ય છે.
નાયડુએ કોઈ રાજકીય પક્ષનું નામ લીધા વિના ઈશારામાં પ્રહાર કરતા ઉમેર્યું હતું કે ભૂતકાળમાં પણ દેશમાં દાયકાઓ સુધી એક જ પક્ષનું શાસન રહ્યું ત્યારે આર્થિક વિકાસ શક્ય બન્યો હતો, જેથી લાંબાગાળાનું સ્થિર શાસન નવી નીતિઓ અમલી બનાવવા અને પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે અત્યંત જરૂરી છે.
મુખ્યમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષી ઈન્ડિયા (INDI) ગઠબંધન દ્વારા વિવિધ મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, તેમજ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ વિપક્ષી એકતા પર સવાલો ઉઠાવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન નાયડુએ પેન્શન યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને સરકારી યોજનાઓની સમીક્ષા કરી હતી, જ્યારે આ વિવાદસ્પદ રાજકીય બયાન બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવે વિપક્ષના પ્રત્યાઘાતોની રાહ જોવાઈ રહી છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
