<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓની અરજી પર આજે સુનાવણીની શક્યતા; અગાઉ નોંધાઈ હતી ૧૪ પ્રક્રિયાગત ખામીઓ

નવી દિલ્હી, તા. ૧૫ ઓક્ટોબરઃ રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચના નિર્ણયો તથા મતદારયાદીના વિશેષ સઘન પુનરીક્ષણ સામે કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે.

 

અરજીમાં મતદારયાદીમાંથી નામો કાઢવાની પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ, પંચના આંતરિક દસ્તાવેજો રજૂ કરાવવા તથા નોટિસ અને રજૂઆતની તક વિના મતદારનું નામ નહીં કાઢવાની માગ કરવામાં આવી છે.

 

અગાઉ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ અરજીમાં ૧૪ પ્રક્રિયાગત ખામીઓ દર્શાવી હતી. તેમાં અદાલતી ફીમાં રૂ. ૨૨૦ની ઘટ, કેટલાક અરજદારોનાં વકીલનામાંનો અભાવ અને અસ્પષ્ટ દસ્તાવેજો સામેલ હતાં. આ વહીવટી વાંધા હતા; અરજીના ગુણદોષ અંગેનો ચુકાદો નહોતો. 

 

(10:43 AM IST)