તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
‘વિપક્ષે બહુ મોટી ભૂલ કરી છે, પરિણામ ભોગવવા પડશે’: મહિલા અનામત બિલ અટકવા પર નરેન્દ્રભાઈ મોદીના વિરોધ પક્ષો પર પ્રહાર
‘નારીશક્તિના અધિકારો છીનવવાનું પાપ વિપક્ષે કર્યું’: મહિલા અનામત બિલ લટકી પડવા પાછળ કોંગ્રેસ સહિત વિપક્ષને જવાબદાર ઠેરવ્યા; પીએમનો આકરો વળતો પ્રહાર

નવી દિલ્હી, તા.૧૮ : મહિલા અનામત બિલ સંસદમાં લટકી પડતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘વિપક્ષે બહુ મોટી ભૂલ કરી છે, જેનું પરિણામ તેમને ભોગવવું પડશે.’
વડાપ્રધાને જણાવ્યું કે નારીશક્તિ વંદન અધિનિયમ એટલે કે મહિલા અનામત બિલ દેશની કરોડો માતા-બહેનોના અધિકારોનું બિલ હતું, પરંતુ વિપક્ષે તેને પાસ થવા દીધું નહીં. પીએમ મોદીએ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે વર્ષોથી કોંગ્રેસે મહિલાઓને માત્ર મતબેંક સમજી, તેમને અધિકારોથી વંચિત રાખી.
‘નારીશક્તિના અધિકારો છીનવવાનું પાપ વિપક્ષે કર્યું છે. દેશની મહિલાઓ આ ભૂલ ક્યારેય માફ નહીં કરે,’ એમ પીએમ મોદીએ ઉમેર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની જનતા યોગ્ય સમયે વિપક્ષને તેની આ ભૂલનું પરિણામ ભોગવવા મજબૂર કરશે.
ઉલ્લેખનીય છે કે 33% મહિલા અનામત બિલને લઈને લાંબા સમયથી રાજકીય ચર્ચા ચાલી રહી છે. સરકાર દ્વારા બિલ લાવવામાં આવ્યું હોવા છતાં તે પસાર ન થઈ શકતા સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
