<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

વિપક્ષી ગઠબંધનની રેલીએ વેપારીઓની દિવાળી બગાડી

દિલ્‍હીમાં અઢી લાખ દુકાનો બંધ રહી, વેપારીઓને આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ : રેલીને કારણે ૧૦ કિલોમીટરના વિસ્‍તારમાં પરિવહન અને માલસામાનની હેરફેર પણ ખોરવાઈ

નવી દિલ્‍હી,તા.૦૨: ચેમ્‍બર ઑફ ટ્રેડ ઍન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી (CTI)એ રાહુલ ગાંધીને ચોથો પત્ર લખીને જણાવ્‍યું હતું કે રામલીલા મેદાનમાં વિપક્ષી ગઠબંધનની મેગા રેલીને કારણે દિલ્‍હીના વેપારી સમુદાયને આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. રેલીના કાર્યક્રમ-સ્‍થળની પાંચ કિલોમીટરની ત્રિજ્‍યામાં આવેલી લગભગ ૨.૫ લાખ દુકાનો બંધ રહી હતી. આ રેલીને કારણે ૧૦ કિલોમીટરના વિસ્‍તારમાં પરિવહન અને માલસામાનની હેરફેર પણ ખોરવાઈ હતી. દિવાળી ૬, ૭, ૮ નવેમ્‍બરે છે ત્‍યારે ખરીદી માટે ગઈ કાલનો રવિવાર ખૂબ જ મહત્ત્વનો હતો. દિવાળી પહેલાંની ખરીદીના અત્‍યંત મહત્ત્વપૂર્ણ સમયગાળા દરમ્‍યાન આનાથી સેન્‍ટ્રલ દિલ્‍હી અને જૂની દિલ્‍હીની બજારો પર અસર પડી હતી.

રાહુલ ગાંધીએ રેલીમાં આવનારા લોકોને દિલ્‍હીની બજારોની મુલાકાત લેવા અને વેપારીઓના સમર્થનમાં ખરીદી કરવા માટે જે વિડિયો-અપીલ કરી હતી એનું ઘ્‍વ્‍ત્‍એ સ્‍વાગત કર્યું હતું. જોકે ઘ્‍વ્‍ત્‍ના અધ્‍યક્ષ બ્રિજેશ ગોયલે જણાવ્‍યું હતું કે ‘જમીની વાસ્‍તવિકતા તદ્દન અલગ છે, દુકાનદારો અને ગ્રાહકોમાં વ્‍યાપક ગભરાટ અને અનિヘતિતાનું વાતાવરણ છે. રામલીલા મેદાનના પાંચ કિલોમીટરના પરિસરમાં આવેલી બજારોમાં લગભગ ૩ લાખ દુકાનોમાંથી ૨.૫ લાખ દુકાનો બંધ રહી હતી.'

CTIએ દાવો કર્યો હતો કે નરેલા, બવાના, ઓખલા, માયાપુરી, મુંડકા અને ઉદ્યોગનગર સહિતના ૫૬ ઔદ્યોગિક વિસ્‍તારોમાંથી માલસામાન લઈને આવતી લગભગ ૫૦૦૦ ટ્રક અને ટેમ્‍પો સામાન્‍ય રીતે દરરોજ આ બજારોમાં પહોંચતાં હોય છે. જોકે રેલીને કારણે સમગ્ર

સપ્‍લાય-ચેઇન ખોરવાઈ ગઈ હતી. ધનતેરસના તહેવાર માટેનો માલસામાન ગોદામોમાં જ પડી રહ્યો છે અને દુકાનો સુધી પહોંચી શકતો નથી.

વેપારીઓ ગ્‍થ્‍ભ્‍ના એજન્‍ટ તરીકે કામ કરી રહ્યા હોવાના રાહુલ ગાંધીના આક્ષેપોને ફગાવી દેતાં ઘ્‍વ્‍ત્‍ના અધ્‍યક્ષ બ્રિજેશ ગોયલે કહ્યું હતું કે ‘અમે વેપારીઓ છીએ, BJPના એજન્‍ટ નથી. આ ૧૦૦ મુખ્‍ય બજાર સંગઠનો કોઈ રાજકીય પક્ષના એજન્‍ટ નથી. અમે દિલ્‍હીના વેપારીઓ છીએ અને અમારું કામ વેપાર કરવાનું છે, રાજકારણ કરવાનું નહીં. અમે કોઈ પણ રાજકીય પક્ષની તરફેણમાં કે વિરુદ્ધમાં નથી. અમે તો માત્ર દિવાળીની મુખ્‍ય મોસમ દરમ્‍યાન અમારી આજીવિકા બચાવવા માટે અપીલ કરી રહ્યા હતા.

(10:18 AM IST)