તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
ઓપરેશન સિંદૂરઃ તૈયબાએ ખુલ્લેઆમ સ્વીકાર્યું ભારતીય દળોએ આતંકી માર્યા'તાઃ લગાવ્યા પોસ્ટર
ત્રાસવાદી સંગઠને પહેલીવાર પોતાના ત્રાસવાદીઓ હણાયાની કબૂલાત કરી

ઈસ્લામાબાદ તા.૫: પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) એ પહેલીવાર સ્વીકાર્યું છે કે ભારતીય સેનાએ ઓપરેશન સિદૂર દરમિયાન તેના આતંકવાદીઓને મારી નાખ્યા હતા. લશ્કર-એ-તૈયબાએ આ કબૂલાત ગુપ્ત રીતે કે કોઈ અગ્રણી નેતાના નિવેદનો દ્વારા નહીં, પરંતુ જાહેરમાં પોસ્ટરો લગાવીને કરી છે. આ પોસ્ટરોમાં ઓપરેશન સિદૂર દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓના ફોટા છે. આ પોસ્ટરો પાકિસ્તાનમાં આતંકવાદનો સૌથી મોટો ગઢ ગણાતા પંજાબ પ્રાંતમાં લગાવવામાં આવ્યા છે.
ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, લશ્કર-એ-તૈયબાના માર્યા ગયેલા આતંકવાદીઓના પોસ્ટરો લશ્કર-એ-તૈયબાના કાસુર યુનિટ દ્વારા સાહિવાલ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોના ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. પાકિસ્તાની નાગરિકો તેમની સરકારને પણ પ્રશ્ન કરી રહ્યા છે કે આ આતંકવાદીઓ તેમના નાક નીચે કેવી રીતે કામ કરી રહ્યા છે. લશ્કર-એ-તૈયબા એ યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે જે પાકિસ્તાનમાં વિવિધ નામોથી કાર્યરત છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે આ પોસ્ટરો લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક ગણાતા મુરીદકે પર ભારતીય હુમલા દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓની યાદમાં લગાવવામાં આવ્યા હતા. ભારતે ઓપરેશન સિદૂર દરમિયાન લશ્કર-એ-તૈયબાના એક ભાગ મુરીદકેને નિશાન બનાવ્યું હતું. આ પોસ્ટરોમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે દર્શાવવામાં આવ્યા છે. તેમાં સૈફુલ્લાહ કસુરી, તેમજ અબ્દુર રઉફ અને ખાલિદ મસૂદ સિધુનો સમાવેશ થાય છે. સૈફુલ્લાહ કસુરીને પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
મુરીદકે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લાહોર નજીક એક શહેર અને તહસીલ મુખ્ય મથક છે. લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક, મરકઝ-એ-તૈયબા, અહીં આવેલું છે. તે લાહોરથી આશરે ૩૦ કિલોમીટર દૂર આવેલું છે. મરકઝ-એ-તૈયબા લાંબા સમયથી લશ્કર-એ-તૈયબાના સંચાલન અને વિચારધારાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. તેમાં આતંકવાદી તાલીમ શિબિરો, શૈક્ષણિક સંસ્થાઓ અને વહીવટી માળખાં છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
