<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

માત્ર ૧ રૂપિયો કાળું નાણું રિકવર થાય છે

CJI સૂર્યકાંતે મની લોન્‍ડરિંગ પર ચિંતા વ્‍યક્‍ત કરી : ભારતમાં આર્થિક ગુનાઓ સામે લડવા માટે અનેક કાયદાઓ છે અને અદાલતો સંતુલિત રીતે હસ્‍તક્ષેપ કરે છે છતાં, ખૂબ જ ઓછી રિકવરી પ્રાપ્ત થાય છે

નવી દિલ્‍હી તા.૩૧: મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતે મની લોન્‍ડરિગ અંગે ચિંતા વ્‍યક્‍ત કરી છે. તાજેતરના એક કાર્યક્રમમાં આર્થિક ગુનાઓ અંગે ચિતા વ્‍યક્‍ત કરતા, ઘ્‍થ્‍ત્‍ સૂર્યકાંતે જણાવ્‍યું હતું કે વિદેશમાં મોકલવામાં આવતા દરેક ૧૦૦ રૂપિયા માટે, તપાસ એજન્‍સીઓ ફક્‍ત ૧ રૂપિયો જ રિકવર કરી શકે છે. તેમણે જણાવ્‍યું હતું કે ભાગેડુઓના પ્રત્‍યાર્પણમાં દેશોમાં સહકારનો અભાવ છે, જેના કારણે આ ગુનેગારો શોધી શકાતા નથી.

શનિવારે કેમ્‍બ્રિજમાં ૪૩મા આંતરરાષ્ટ્રીય આર્થિક ગુના પરિસંવાદમાં બોલતા, CJIએ આ સમસ્‍યા વિશે વિસ્‍તૃત વાત કરી. CJI સૂર્યકાંતે જણાવ્‍યું હતું કે વૈશ્વિક સ્‍તરે વાર્ષિક મની લોન્‍ડરિગની રકમ વિશ્વના દરેક વ્‍યક્‍તિ માટે લેપટોપ ખરીદવા માટે પૂરતી છે. તેમણે કહ્યું, આવી મિલકતના દરેક ૧૦૦ ભાગોમાંથી, ૯૯ નો ઉલ્‍લેખ ફક્‍ત ભાષણો અને અહેવાલોમાં થાય છે, જ્‍યારે ખરેખર માત્ર એક અંશ જ રિકવર થાય છે.

CJI એ પ્રાચીન ભારતીય નીતિશાષી કૌટિલ્‍યના 'અર્થશાષ'નો પણ ઉલ્‍લેખ કર્યો. તેમણે કહ્યું કે કોઈ અધિકારી માટે રાજાના મહેસૂલનું સંચાલન કરવું અને તેમાંથી કંઈ ન લેવું લગભગ અશક્‍ય છે. તેમણે કહ્યું કે આ સમસ્‍યાનો ઉકેલ ગેરકાયદેસર મિલકતનું ઓડિટિગ, ક્રોસ-વેરિફિકેશન અને જપ્તીમાં રહેલો છે.

આર્થિક ગુનાઓ સામેના ભારતના કાયદાઓનો ઉલ્‍લેખ કરતા, CJI સૂર્યકાન્‍તે કહ્યું કે ભાગેડુઓના પ્રત્‍યાર્પણ અને કાનૂની સંધિઓ પર હસ્‍તાક્ષર કરવા છતાં, મિલકતની વાસ્‍તવિક વસૂલાત ખૂબ ઓછી છે, જે નિરાશાજનક છે. આપણી પાસે ઘણા સાધનો ઉપલબ્‍ધ છે, જેમ કે સંપત્તિ ફ્રીઝ અને ગુપ્ત માહિતી એકત્ર કરવી. એકમાત્ર ખામી એ છે કે દેશો તેનો ઉપયોગ એકસાથે કરવાને બદલે અલગથી કરે છે. જ્‍યારે એક દેશ બીજા દેશના જપ્તીના આદેશનો તાત્‍કાલિક જવાબ આપે છે ત્‍યારે જ આવા ગુનાઓ રોકી શકાય છે, તેમણે કહ્યું.

(9:59 AM IST)