તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 28th May 2026
ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર પાછલી અસરથી ૨૮ ટકા જીએસટી યોગ્ય
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો : ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ફક્ત વચેટિયા નથી પણ તેમને સપ્લાયર માનવામાં આવશે

નવી દિલ્હી,તા.૨૮: સુપ્રીમ કોર્ટે બુધવારે ઓનલાઈન ગેમિગ કંપનીઓ પર સરકાર દ્વારા પાછલી તારીખથી ૨૮ ટકા જીએસટી લગાવવાનાં નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને જણાવ્યું છે કે આ પ્રકારનો ટેક્સ નાખવો બંધારણીય રીતે કાયદેસર છે.
જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતુ કે ઓનલાઈન ગેમિગ પ્લેટફોર્મ ફક્ત વચેટિયા નથી પણ તેમને સપ્લાયર માનવામાં આવશે. જેના પર જીએસટીનાં નિયમ અને ટેક્સ લાગુ પડશે.
બેન્ચે જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિગ પ્રવૃત્તિઓ, જેમાં ફેન્ટસી સ્પોર્ટ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર રમાતી અન્ય ગેમ સામેલ છે જેમાં અનિヘતિ પરિણામો પર દાવ લગાવવામાં આવે છે. જીએસટીનાં દાયરામાં આવી રમતોને સટ્ટાબાજી અને જુગાર માનવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે સટ્ટાબાજી અને જુગારથી જોડાયેલ એક્શનેબલ ક્લેઈમનાં સપ્લાય પર જીએસટી લગાવવું બંધારણીય રીતે કાયદેસર છે અને તે બંધારણની કલમ ૩૬૬(૧૨) અને ૩૬૬(૧૨ એ)નું ભંગ કરતું નથી. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને કર્ણાટક સરકારો દ્વારા બનાવવામાં આવેલ એ કાયદાઓની કાયદેસરતાને પણ યોગ્ય ઠેરવી જેમાં દાવ લગાવીને રમવામાં આવતી ઓનલાઇન ગેમ પર રોક લગાવવામાં આવી હતી. જેમાં રમી અને પોકર જેવી સ્કીલવાળી ગેમ પણ સામેલ હતી
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
