તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
SIPનો ૭-૫-૩-૧ નિયમ એકવાર મગજમાં ઉતારી લેશો તો ક્યારેય નુકસાન નહીં થાય!
શું તમે પણ મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ કરો છો? તો ટાઈમ બગાડ્યા વગર ૭-૫-૩-૧ નિયમ જાણી લો

મુંબઈ,તા.૨૦: આજે રોકાણકારોની વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ SIP નો દબદબો ઘણો વધી ગયો છે. આજના સમયમાં મોટાભાગના લોકો SIPમાં રોકાણ કરે છે. પરંતુ સત્ય એ છે કે મોટા ભાગના રોકાણકારો અધ વચ્ચે જ SIP બંધ કરી દે છે. એટલે કે મેચ્યોરિટી સુધી રાહ જોતા નથી. સમસ્યા માત્ર સાચા ફંડ પસંદ કરવાની નથી, પરંતુ લાંબા સમય સુધી રોકાણ ચાલુ રાખવાની અનુશાસનની છે. શરૂઆતમાં ઓછું રિટર્ન દેખાવું, શેરબજારમાં વધ-ઘટ અને જલ્દી નફો મેળવવાની આશા - આ ત્રણેય બાબતો રોકાણકારોનો રસ્તો ભટકાવી દે છે. આ સમસ્યાનો સરળ અને અસરકારક ઉકેલ આપે છે ૭-૫-૩-૧ નિયમ. આ નિયમ તમને માત્ર રિટર્ન પર નહીં, પરંતુ સાચી આદત અને અનુશાસન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે.
શું છે ૭-૫-૩-૧નો જાદુઈ નિયમ? ઓછામાં ઓછા ૭ વર્ષ ધીરજ રાખોઃ ઇક્વિટીમાં રોકાણનો અસલી જાદુ ‘કમ્પાઉન્ડિંગ' છે, જેને દેખાતાં સમય લાગે છે. ઐતિહાસિક આંકડા કહે છે કે, સારામાં સારું રિટર્ન દેખાતા ઓછામાં ઓછા ૭ વર્ષનો સમય લાગે છે. ઉદાહરણ તરીકે, જો તમે ૫૦૦૦ રૂપિયાની SIP ૩ વર્ષ માટે શરૂ કરો છો, તો ૧૨% રિટર્ન મુજબ તમને મેચ્યોરિટી પર આશરે ૨,૧૫,૩૯૬ રૂપિયા મળશે (રૂ.૧,૮૦,૦૦૦ તમારુ રોકાણ + ૩૫,૩૯૬ રિર્ટન). પરંતુ આ જ રોકાણ જો તમે ૭ વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમારી રકમ વધીને ૬,૪૪,૦૦૭ રૂપિયા થઈ જશે (૪,૨૦,૦૦૦ તમારું રોકાણ + ૨,૨૪,૦૦૭ રિટર્ન).
રોકાણના ૫ અલગ-અલગ બાસ્કેટ એક જ જગ્યાએ બધા પૈસા લગાવવા જોખમી માનવામાં આવે છે. ડાયવર્સિફિકેશન જ બજારના ઘટાડાથી બચવાની સૌથી સારી રીત છે. તમારા પોર્ટફોલિયોને ૫ અલગ ભાગમાં વહેંચી નાખો. જેમ કે - લાર્જ-કેપ ફંડ, મિડ-કેપ ફંડ, વેલ્યુ સ્ટોક્સ, ડેટ ફંડ અને ગોલ્ડ. આ રીતે બજાર ગમે તેટલું નીચે જાય, તમારો આખું પોર્ટફોલિયો સુરક્ષિત રહે છે.
આ ત્રણ ભાવનાઓ પર કાબુ (રૂલક) રોકાણમાં ભાવનાઓ સૌથી મોટી દુશ્મન છે. ત્રણ મુખ્ય ભાવનાઓ છે શંકા, નિરાશા અને ગભરાટ. આ ત્રણ ભાવનાઓ હંમેશા રોકાણકારોને ખોટો નિર્ણય લેવા માટે મજબૂર કરે છે. જ્યારે બજાર તૂટે છે ત્યારે લોકો ડરીને SIP બંધ કરી દે છે, હકીકતમાં તે સમય તો વધુ રોકાણ કરવાનો અને SIP ચાલુ રાખવાનો હોય છે.
દર વર્ષે ૧ સ્ટેપ આગળ વધો આને સ્ટેપ-અપ SIP કહેવામાં આવે છે. જેમ જેમ તમારી આવક વધે, તેમ તેમ દર વર્ષે તમારી SIP રકમમાં ઓછામાં ઓછા ૧૦%નો વધારો કરો. ઉદાહરણઃ જો કોઈ વ્યક્તિ ૧૫ વર્ષ સુધી રૂ.૫,૦૦૦ની લ્ત્ભ્ કરે તો તે ૨૫ લાખ રૂપિયા જમા કરી શકે. પરંતુ જો તે દર વર્ષે ૧૦% વધારો કરે તો ૧૫ વર્ષ પછી તેનું ફંડ રૂ.૪૧ લાખ થઈ જશે.
અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
