News of Wednesday, 16th September 2026
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ૧૭ સપ્ટેમ્બરે ‘આશીર્વાદનો દીપ' પ્રગટાવવા ભાજપ પ્રદેશ અધ્યક્ષની અપીલ : જુઓ વિડિયો
કરોડો દીવડાંની ઝળહળતી જ્યોત સાથે ‘વિકસિત ભારત-૨૦૪૭'ના સંકલ્પને વધુ મજબૂત બનાવી વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવવા જગદીશભાઈ વિશ્વકર્માનું આહ્વાન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના સફળતાપૂર્વક ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના દરેક પરિવાર તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭ કલાકે પોતપોતાના ઘરે ‘આશીર્વાદનો દીપ' પ્રગટાવે તેવી ભાવભરી અપીલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના કરોડો નાગરિકો દ્વારા પ્રગટાવાનારા દીવડાંની ઝળહળતી જ્યોત થકી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના જનસેવાથી રાષ્ટ્રસેવા સુધીના ૨૫ વર્ષના ભગીરથ કાર્યો પ્રત્યે કળતજ્ઞતા વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે. રાજ્યના તમામ નાગરિકો સોબત મળીને ‘વિકસિત ભારત-૨૦૪૭'ના સંકલ્પને વધુ મજબૂત બનાવે અને આ દીપોત્સવમાં સહભાગી થાય તેવું આહ્વાન પણ તેમણે કર્યું છે. (૩૬.૪)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
