તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ઓ બાપ રે! માણસ છે કે રાક્ષસ? ઉંદરને દોરીથી બાંધીને જીવતો સળગાવી નાખ્યો!
ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ક્રૂરતાની હદ પાર કરતો મામલો સામે આવ્યો છે, જ્યાં ચાર યુવકોએ એક ઉંદરને દોરી વડે બાંધીને જીવતો સળગાવી દીધો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઝાંસી,તા.૨:ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ક્રૂરતાની હદ પાર કરતો મામલો સામે આવ્યો છે, જ્યાં ચાર યુવકોએ એક ઉંદરને દોરી વડે બાંધીને જીવતો સળગાવી દીધો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યાર બાદ પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યાં છે.
વાયરલ થઈ રહેલા ૪૭ સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક ઉંદરને દોરીથી બાંધીને લાવવામાં આવે છે. ત્યાર બાદ તેને દરવાજામાં બાંધવામાં આવે છે પછી જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી દેવામાં આવે છે. ઉંદર આગના તાપથી તડફડિયાં મારી રહ્યો છે અને આરોપીઓ વીડિયો બનાવીને ક્રૂર આનંદ લઈ રહ્યાં છે. આ વીડિયો ઝાંસીના ઓરછા ગેટ વિસ્તારનો હોવાનું જણાવાઈ રહ્યું છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસે તરત મામલાને લઈને સંજ્ઞાન લીધું હતું. ઝાંસી પોલીસે તપાસ હાથ ધરી અને વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી. પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે કેસ નોંધ્યો છે. આરોપીઓની ઓળખ જુનૈદ કુરેશી, જીશાન કુરેશી, આસિફ કુરેશી અને શફીક તરીકે થઈ છે. કેસ દાખલ થયા પછી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આ મામલે સીટી પોલીસ ઇનચાર્જ પ્રિયા સિહે જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો ધ્યાને આવ્યો હતો, જેમાં એક ઉંદરને જ્વલનશીલ પદાર્થ નાખીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. વીડિયોને ધ્યાને લઈને તરત કેસ દાખલ કરવામાં આવ્યો અને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કર્યો છે, આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
