તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ઓપરેશન સિંદૂર' સંઘર્ષમાં પાકિસ્તાનને સત્તાવાર રીતે તકનીકી સહાય પૂરી પાડી હોવાની ચીનની કબૂલાત
ચીની એન્જિનિયરોએ યુદ્ધના મેદાનમાં હાજર રહીને J-10CE ફાઈટર જેટ્સની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરી હતી

ચીને પુષ્ટિ કરી છે કે ગત વર્ષ ભારત વિરુદ્ધની લડાઈમાં તેણે પાકિસ્તાનની મદદ કરી હતી. આ લડાઈના એક વર્ષ બાદ પહેલીવાર ચીને પાકિસ્તાનની તકનીકી સહાયતાની વાત સ્વીકારી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત વર્ષ 7થી 10 મે દરમિયાન ચાર દિવસ સુધી ભીષણ સૈન્ય સંઘર્ષ જોવા મળ્યો હતો.
ભારતે પહલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં હુમલા કર્યા હતા. ચાર દિવસની લડાઈ બાદ 10 મેના રોજ બંને પક્ષ યુદ્ધવિરામ માટે રાજી થયા હતા.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ પ્રમાણે, ગુરુવારે ચીનના સરકારી બ્રોડકાસ્ટર સીસીટીવીએ ઝાંગ હેંગનો ઈન્ટરવ્યૂ દર્શાવ્યો હતો. ઝાંગે ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે તેમના દેશે લડાઈ દરમિયાન પાકિસ્તાનને J-10CE વિમાન માટે તકનીકી સહાય આપી હતી. ઝાંગ એવિએશન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઈના (AVIC) ની ચેંગદૂ એરક્રાફ્ટ ડિઝાઈન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં એન્જિનિયર છે. આ સંસ્થા ચીનમાં યુદ્ધવિમાનો અને અનમેન્ડ એવિએશન વ્હીકલ્સ (UAV) નું ડેવલપર છે.
પાકિસ્તાની વાયુસેના ચીન નિર્મિત J-10CE જેટના મોટા બેડાને સંચાલિત કરે છે, જેને AVIC ની એક સહાયક કંપનીએ બનાવી છે. ભારત સાથે સંઘર્ષ દરમિયાન તેના જેટ મેદાનમાં હતા અને પાકિસ્તાની એરફોર્સ ચીનીઓની મદદથી ભારતીય યુદ્ધવિમાનોનો સામનો કરી રહી હતી.
પાકિસ્તાને ચીન દ્વારા મદદ સંદર્ભે ઘણાં રિપોર્ટ સામે આવ્યા છે, પરંતુ ચીનથી પહેલીવાર સત્તાવાર પુષ્ટિ સામે આવી છે.
ઝાંગે પોતાની વાતચીતમાં કહ્યુ છે કે સહાયતા બેઝ પર અમે સતત ઉડાણ ભરતા યુદ્ધજહાજોની ગડગડાહટ અને હવાઈ હુમલાની સાયરનોનો અવાજ સાંભળતા હતા. મેમાં સવારના થોડા સમયગાળામાં જ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી જતું હતું. અમે કહી શકીએ છીએ કે આ લડાઈ (ભારત-પાકિસ્તાન સંઘર્ષ) અમારા માટે માનસિક અને શારીરિક બંને પ્રકારે એક ઘણી મોટી પરીક્ષા હતી.
ઝાંગ હેંગે કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાનનો સંઘર્ષ એ અમારા માટે માનસિક અને શારીરિક બંને પ્રકારની મોટી પરીક્ષા હતી. અમારી ટીમને પ્રેરીત કરનારી ચીજ ઘટનાસ્થળે જઈને સહાયતા પ્રદાન કરવી અને એ સુનિશ્ચિત કરવાનું હતું કે તેમના ઉપકરણ વાસ્તવમાં પોતાની સંપૂર્ણ યુદ્ધક ક્ષમતા સાથે પ્રદર્શન કરી શકે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
