તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 10th October 2026
હાઇડ્રેશનની વ્યાખ્યા બદલવા માટે ભારતમાં ‘હાઇડ્રાસ્યોર’ બ્રાન્ડનું સત્તાવાર લોન્ચ: ORS હવે માત્ર બીમારી નહીં પણ દૈનિક જરૂરિયાત
એન્ટિલા લાઇફસાયન્સિસ દ્વારા પ્રીમિયમ હાઇડ્રેશન પ્રોડક્ટ્સ બજારમાં મૂકાયા; સમર ૨૦૨૭ સુધીમાં સમગ્ર દેશમાં વ્યાપક વિસ્તરણ કરવા કંપનીનું આયોજન

અમદાવાદ : ભારતીય બજારમાં ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન (ORS) અને હાઇડ્રેશનને જોવાની પરંપરાગત માન્યતામાં મોટો બદલાવ લાવવા માટે એન્ટિલા લાઇફસાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતાની અદ્યતન હાઇડ્રેશન બ્રાન્ડ 'હાઇડ્રાસ્યોર' નું ભારતમાં સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ માર્ચ ૨૦૨૬માં સફળતાપૂર્વક પૂર્ણ થયેલા માર્કેટ પાઇલટ બાદ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ હાઇડ્રેશનને માત્ર મેડિકલ પ્રોડક્ટ કે બીમારીના ઉપચાર પૂરતો સીમિત રાખવાને બદલે રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ અને સ્વાભાવિક હિસ્સો બનાવવાનો છે.
સામાન્ય રીતે ભારતમાં ORS નો ઉપયોગ ઉલટી, તાવ, ઝાડા કે નબળાઈ જેવી શારીરિક અસ્વસ્થતાની સ્થિતિમાં જ કરવામાં આવે છે, પરંતુ હાઇડ્રાસ્યોર આ માન્યતાને બદલીને તેને મુસાફરી, આઉટડોર પ્રવૃત્તિઓ, ફિટનેસ, લાંબા કામકાજના કલાકો અને ગરમીની ઋતુમાં શરીરની દૈનિક જરૂરિયાત તરીકે રજૂ કરી રહી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ફાઉન્ડર રાહિલ શાહના જણાવ્યા અનુસાર, બદલાતી જીવનશૈલી અને સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગૃતિ વચ્ચે ગ્રાહકોને એક નવો અને વિશ્વાસપાત્ર વિકલ્પ પૂરો પાડવા માટે આ બ્રાન્ડની શરૂઆત કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં આ બ્રાન્ડ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ અને નોર્થઇસ્ટ સહિતના અગ્રણી બજારોમાં ઉપલબ્ધ છે, અને કંપનીનું લક્ષ્ય સમર ૨૦૨૭ પહેલાં સમગ્ર ભારતમાં પોતાના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને મજબૂત કરવાનું છે. આ માટે રિટેલ, મોર્ડન ટ્રેડ, ઇ-કોમર્સ, ક્વિક કોમર્સ (જેમ કે બ્લીનકીટ, ઇન્સ્ટામાર્ટ) તેમજ હોરેકા (HORECA) ચેનલ્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગ્રાહકોની સુવિધા માટે કંપનીએ અત્યંત આકર્ષક અને વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો તૈયાર કર્યો છે. WHO દ્વારા ભલામણ કરાયેલા ORS ફોર્મ્યુલા પર આધારિત રેડી-ટુ-ડ્રિંક સેગમેન્ટમાં ૨૦૦ મિલીના ટેટ્રા પેક કોકોનટ, નિંબુ પાણી અને ઓરેન્જ ફ્લેવરમાં માત્ર ₹૩૧.૫૦ ની એમઆરપી પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઓરેન્જ, કોકોનટ અને વોટરમેલન ફ્લેવરમાં ૨૧.૮૦ ગ્રામના ORS સેશેટ્સ પણ ₹૨૩.૩૩ ની કિંમતે મળે છે, જેમાં ટૂંક સમયમાં વોટરમેલન ફ્લેવર પણ ઉમેરવામાં આવશે.
કંપની માત્ર પરંપરાગત ORS પૂરતી મર્યાદિત ન રહેતા ભવિષ્યમાં એથનિક ફ્લેવર્સવાળા હાઇડ્રેશન સપ્લિમેન્ટ પાઉડર, હાઇડ્રેશન બોમ્બ્સ, ફ્રૂટ વોટર, ફ્રૂટ ડ્રિંક્સ, હાઇડ્રેશન જેલ્સ અને રિકવરી ડ્રિંક્સ જેવા અદ્યતન પ્રોડક્ટ્સ લાવવાની તૈયારી કરી રહી છે. ગ્રાહકો સાથે સીધો સંવાદ સાધવા માટે કંપનીએ ગરબા મહોત્સવો જેવા ઓન-ગ્રાઉન્ડ ઇવેન્ટ્સમાં પણ હાઇડ્રેશન એક્ટિવેશન કર્યા છે. ભારતમાં ORS માર્કેટનું કદ અંદાજે ₹૯૦૦ થી ₹૧,૧૦0 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં વાર્ષિક ૧૨ થી ૧૫ ટકાની વૃદ્ધિ થઈ રહી છે. હાઇડ્રાસ્યોર બ્રાન્ડ આગામી સમયમાં આ માર્કેટમાં મોટો હિસ્સો મેળવીને ગ્રાહકોના સ્વાસ્થ્ય અને વેલનેસના અનુભવને એક નવી ઊંચાઈએ લઈ જવા કટિબદ્ધ છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
