<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ઓડિશાના મુખ્‍યપ્રધાન મુંદ્રાની મુલાકાતેઃ વિસ્‍તરણનું આહ્વાન

રાજકોટઃ તા.૮,‘‘ ભારતનો વિકાસ એકતરફી રહી શકે નથી. ઔદ્યોગિક વિસ્‍તરણનો આગામી તબક્કો પૂર્વ કિનારા દ્વારા આગળ વધારવો જરૂરી છે,'' એમ ઓડિશાના માનનીય મુખ્‍યપ્રધાન શ્રી મોહન ચરણ માઝીએ મુંદ્રા પોર્ટની મુલાકાત દરમિયાન ઉદ્યોગ અગ્રણીઓને સંબોધિત કરતાં જણાવ્‍યું હતું.

ભારતના પશ્ચિમી કિનારાની વ્‍યાપકતા અને કાર્યક્ષમતાથી પ્રેરણા લઈ, મુખ્‍યપ્રધાને પૂર્વ કિનારે વિકાસને ઝડપી બનાવવા માટે મજબૂત દલીલ રજૂ કરી હતી અને ઓડિશાને દેશના આગામી ઔદ્યોગિક વિકાસ માટે કુદરતી પ્રવેશદ્વાર તરીકે રજૂ કર્યું હતું.

તેમણે જણાવ્‍યું હતું કે પヘમિ કિનારો દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક પ્રવળત્તિઓ માટે મુખ્‍ય કેન્‍દ્ર બની ગયો છે, ત્‍યારે પૂર્વ કિનારો હવે નિર્ણાયક તબક્કે પહોંચ્‍યો છેઅને ઓડિશા આવી જ સફળતાનું અનુસરણ કરીને તેને વધુ વિસ્‍તારવા માટે તૈયાર છે. ‘‘પヘમિી દરિયાકિનારે જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે હવે પૂર્વ કિનારે વિસ્‍તરવી જોઈએ. આ પરિવર્તન શકય બનાવવા માટે ઓડિશા પાસે યોગ્‍ય ઇકોસિસ્‍ટમ, કનેક્‍ટિવિટી અને પોલિસી સપોર્ટ ઉપલબ્‍ધ છે,''એમ તેમણે ઉમેર્યું હતું.

(3:38 PM IST)