News of Monday, 16th November 2026
એનવીડિયાના સ્થાપક જેન્સન હુઆંગ ફરી સીઈઓ બની શકે : ટ્રમ્પે પુનરાગમનને સમર્થન આપતાં કહ્યું, હુઆંગને મોટો બોધપાઠ મળ્યો છે
અંગત સંબંધો અંગેના વિવાદ બાદ હુઆંગે ૧૨ નવેમ્બરે રાજીનામું આપ્યું હતું : કંપનીમાં પુનઃનિયુક્તિની માંગ સાથે સમર્થકો સક્રિય.

વોશિંગ્ટન : અમેરિકાની અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ ઉત્પાદક કંપની એનવીડિયાના સહસ્થાપક જેન્સન હુઆંગના પુનરાગમન અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે હુઆંગ ફરી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી બને તો તેમને કોઈ વાંધો નથી. તેમણે ઉમેર્યું કે હુઆંગને આ ઘટનામાંથી મોટો બોધપાઠ મળ્યો છે.
હુઆંગે ૧૨ નવેમ્બરે કંપનીના સીઈઓ તથા ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું હતું. તેમના અંગત સંબંધો અંગે બહાર આવેલા અહેવાલોમાં એક ચીની મહિલાના ચીની ગુપ્તચર સંસ્થાઓ સાથે સંભવિત સંપર્કના આક્ષેપો પણ થયા હતા. જોકે ટ્રમ્પે મહિલા ચીની જાસૂસ હોવાના દાવા અંગે શંકા વ્યક્ત કરી છે.
એનવીડિયાએ મુખ્ય નાણાકીય અધિકારી કોલેટ ક્રેસને વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. બીજી તરફ ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ અને કર્મચારીઓ સહિત અનેક લોકોએ હુઆંગને ફરી જવાબદારી સોંપવાની માંગ કરી છે. પરંતુ તેમની પુનઃનિયુક્તિ અંગે કંપનીએ હજી કોઈ જાહેરાત કરી નથી.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
