તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ડીમેટ ખાતાંની સંખ્યા સાત મહિનાની ઉચ્ચતમ સપાટીએ
ઓગસ્ટમાં ૩૨ લાખથી વધુ ખૂલ્યાં, જ્યારે યુનિક રોકાણકારોની સંખ્યા અંદાજે ૧૩,૫૦,૦૦,૦૦૦

મુંબઇઃતા.૨૧: જાન્યુઆરી ૨૦૨૫ અને મે ૨૦૨૬ વચ્ચેના લાંબા સમયગાળાના નરમ વલણ પછી ઓગસ્ટમાં નવાં ડીમેટ અકાઉન્ટનો ઉમેરો ૭ મહિનાની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે જે ડીમેટ ખાતાંની વૃદ્ધિમાં સળંગ ત્રીજો મહિનો દર્શાવે છે, કારણ કે મજબૂત ઇનિશ્યલ પબ્લિક ઓફરિગ (IPO) પ્રવૃત્તિએ વધુ રોકાણકારોને બજારો તરફ આકર્ષ્યા હતા.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) એમ બન્નેએ ઑગસ્ટમાં લગભગ ૩૨,૭૦,૦૦૦ ડીમેટ અકાઉન્ટ ઉમેર્યાં હતાં, જે જાન્યુઆરી ૨૦૨૬ પછીનો સૌથી વધુ માસિક ઉમેરો છે. મહિનાના અંતે કુલ ડીમેટ અકાઉન્ટની સંખ્યા ૨૩,૭૭,૦૦,૦૦૦ પર પહોંચી હતી.
આ આંકડો વ્યક્તિઓ ધરાવી શકે એવાં મલ્ટિપલ ડીમેટ અકાઉન્ટ્સ દર્શાવતો નથી. યુનિક રોકાણકારોની સંખ્યા અંદાજે ૧૩,૫૦,૦૦,૦૦૦ હોવાનો અંદાજ છે.
એવું માનવામાં આવે છે કે IPO બજારોમાં તેજી નવાં ડીમેટ અકાઉન્ટ્સમાં વધારો થવાનું એક મુખ્ય કારણ છે. મજબૂત સ્મોલકેપ અને મિડકેપ સંબંધિત IPO લિસ્ટિંગથી રોકાણકારોને મળી રહેલા આકર્ષક વળતરને કારણે રોકાણકારોની અપેક્ષાઓ પણ વધી છે. (
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
