News of Wednesday, 25th November 2026
હવે કાર ખરીદવા શોરૂમના ધક્કા ખાવાની જરૂર નહીં પડે : ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોને હવે ઓનલાઈન કાર વેચશે : Hyundaiથી થશે શરૂઆત : 2027માં લોન્ચ થશે સર્વિસ
Amazon Autosનું US બહાર પહેલું વિસ્તરણ UKમાં, Hyundaiની IONIQ 3, IONIQ 5, KONA અને i20 મળશે, Vertu Motorsની યુઝ્ડ કાર પણ લિસ્ટેડ થશે : એમેઝોન ડિજિટલ શોરૂમની ભૂમિકા ભજવશે : ડીલર જ કિંમત અને હેન્ડઓવર, સર્વિસ અને આફ્ટરસેલ્સની જવાબદારી સંભાળશે

નવી દિલ્હી તા.૨૫ : હવે કાર ખરીદવા શોરૂમના ધક્કા ખાવાની જરૂર નહીં પડે, ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોને હવે ઓનલાઈન કાર વેચવાની જાહેરાત કરી દીધી છે, એમેઝોન તેની Amazon Autos સર્વિસ 2027ની શરૂઆતમાં UKમાં લોન્ચ કરશે, આ US બહાર તેનું પહેલું વિસ્તરણ હશે, આ સર્વિસમાં Hyundai સૌથી પહેલી પાર્ટનર બ્રાન્ડ હશે, Hyundai નવી અને યુઝ્ડ ઇલેક્ટ્રિક, હાઈબ્રિડ અને પેટ્રોલ કાર ઓફર કરશે, જેમાં IONIQ 3, IONIQ 5, KONA અને i20 સામેલ હશે, આ ઉપરાંત યુકેના મોટા ડીલર ગ્રુપ Vertu Motorsની યુઝ્ડ કાર પણ લોન્ચ સમયે લિસ્ટેડ થશે, આગામી મહિનાઓમાં વધુ બ્રાન્ડ અને ડીલરોની જાહેરાત કરવામાં આવશે, એમેઝોને બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી, ગ્રાહકો http://Amazon.co.uk પર કાર બ્રાઉઝ કરી શકશે, અપફ્રન્ટ કિંમત જોઈ શકશે, કાર રિઝર્વ કરી શકશે, પોતાની જૂની કારનું ઇન્ડિકેટિવ વેલ્યુએશન મેળવી શકશે અને ફાઇનાન્સ ઓપ્શન પણ જોઈ શકશે, જ્યારે અંતિમ ખરીદી ડીલરશિપ પર જ પૂર્ણ થશે, એટલે કે એમેઝોન ડિજિટલ શોરૂમની ભૂમિકા ભજવશે, ડીલર જ કિંમત અને હેન્ડઓવર, સર્વિસ અને આફ્ટરસેલ્સની જવાબદારી સંભાળશે, Amazon Autos USમાં ડિસેમ્બર 2024માં લોન્ચ થઈ હતી અને ત્યાં પણ Hyundai જ પહેલી પાર્ટનર હતી, હાલ તે USના 48 શહેરોથી વધીને 150થી વધુ શહેરોમાં 35 બ્રાન્ડ સાથે પહોંચી ગઈ છે, Hyundaiના જણાવ્યા મુજબ USમાં Amazon દ્વારા પ્રભાવિત ડીલરશિપ વેચાણમાં 78% ગ્રાહકો Hyundai માટે નવા હતા, હવે આ જ મોડેલ UKમાં લાવવામાં આવી રહ્યું છે, જે યુરોપના સૌથી મોટા કાર બજારોમાંનું એક છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
