તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
હવે તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે
આજથી લાગુ થઈ ગઈ નવી સિસ્ટમ....નક્કી સમય પર ટોકન લઈને તેઓ તેમનો નંબર આવવા પર સીધા જ કાઉન્ટર પર ટિકિટ બુક કરાવી શકશે તત્કાલ ટિકિટ માટે સવારે ૮.૩૦ વાગ્યાથી ૯.૦૦ વાગ્યા સુધી અને નોન-એસી તત્કાલ ટિકિટ માટે ૯.૦૦ વાગ્યાથી ૯.૩૦ વાગ્યા સુધી ટોકન આપવામાં આવશે

નવી દિલ્હી,તા. દર મહિનાની શરૂઆતની સાથે જ ઘણા નવા નિયમ લાગુ થાય છે. આ વખતે ભારતીય રેલવેએ યાત્રીકો માટે તત્કાલ ટિકિટ બુકિગના નિયમોમાં ફેરફાર કરી દીધા છે. લાંબા સમયથી રિઝર્વેશન કાઉન્ટરો પર લાગનારી ભીડ અને કલાકોની રાહ જોવાથી કંટાળેલા લોકોની મુશ્કેલી ઓછી કરવા માટે રેલવેએ નવી ટોકન સિસ્ટમ લાગુ કરી છે.
નવી સિસ્ટમનો ઉદ્દેશ ટિકિટ બુકિગને પહેલાથી વધારે સરળ બનાવવાનો છે. હવા યાત્રીકોએ કલાકો લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. નક્કી સમય પર ટોકન લઈને તેઓ તેમનો નંબર આવવા પર સીધા જ કાઉન્ટર પર ટિકિટ બુક કરાવી શકશે. તેની સાથે જ પરિવાર માટે ટિકિટ બુક કરાવનારા લોકોને પ્રાથમિકતા આપવા જેવી નવી સર્વિસ પણ શરૂ કરવામાં આવી રહી છે.
ટિકિટ બુકિગ થશે ઝડપી- ૧ ઓગસ્ટ ૨૦૨૬થી રેલવેના રિઝર્વેશન કાઉન્ટ પર તત્કાલ ટિકિટ બુક કરાવવી પહેલા કરતા સરળ થઈ જશે. વેસ્ટ સેન્ટ્રલ રેલવે (ષ્ઘ્ય્)એ લાંબી લાઈનથી બચાવવા અને ટિકિટ બુકિગને ઝડપી કરવા માટે નવી ટોકન સિસ્ટમ શરૂ કરી દીધી છે. તેનાથી કાઉન્ટર પર ભીડ ઘટી જશે અને ટિકિટ બુકિગની પ્રોસેસ વધારે પારદર્શક અને સારી બનશે. નવા નિયમો હેઠળ યાત્રીઓ નક્કી સમય પર ટોકન લઈને તે જ સમયે પરત આવીને ટિકિટ બુક કરાવી શકશે. તેનાથી ભીડ નહીં થાય અને રાહ પણ નહીં જોવી પડે.
તત્કાલ ટિકિટ માટે સમય- નવી ટોકન સિસ્ટમમાં સમય પણ તત્કાલ ટિકિટ બુકિગના હિસાબથી નક્કી કરવામાં આવ્યો છે. આવી તત્કાલ ટિકિટ માટે સવારે ૮.૩૦ વાગ્યાથી ૯.૦૦ વાગ્યા સુધી અને નોન-એસી તત્કાલ ટિકિટ માટે ૯.૦૦ વાગ્યાથી ૯.૩૦ વાગ્યા સુધી ટોકન આપવામાં આવશે. ટોકન મળ્યા બાદ યાત્રી નક્કી સમય પર સીધા જ કાઉન્ટર પર આવીને ટિકિટ બુક કરાવી શકશે, જેનાથી વારંવાર લાઈનમાં લાગવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
રિઝર્વેશન કાઉન્ટર પર મળશે ટોકન- શરૂઆતમાં દરેક રિઝર્વેશન કાઉન્ટર પર આવી તત્કાલ ટિકિટ માટે ૧૦ ટોકન અને નોન-એસી ટિકિટ માટે ૧૫ ટોકન આપવામાં આવશે. જરૂરિયાત અને ભીડને જોતા રેલવે તેની સંખ્યા વધારી અથવા ઘટાડી પણ શકે છે. જો બધા ટોકન હોલ્ડર્સની બુકિગ બાદ પણ સીટો બચે છે, તો બાકી યાત્રીઓને વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મળશે.
જરૂરી દસ્તાવેજોનું પણ રાખો ધ્યાન- જો તમે તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે રિઝર્વેશન કાઉન્ટર પર જઈ રહ્યા હોવ, તો તેની સાથે આધાર કાર્ડ કે કોઈ અન્ય માન્ય ફોટોવાળું ઓળખ પત્ર જરૂર સાથે રાખો. સાથે જ જે યાત્રીકોને તરત ટિકિટ બુક કરાવવી છે, તેમના નામ, ઉંમર અને યાત્રા સંબંધિત બધી જાણકારી પહેલાથી તૈયાર રાખે. તેનાથી ટિકિટ બુકિગની પ્રક્રિયા ઝડપી થશે અને કાઉન્ટર પર કોઈ પ્રકારની મુશ્કેલી કે વિલંબથી બચી શકાશે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
