<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

હવે યુદ્ધાય કૃતનિશ્ચય નહીં, બુદ્ધાય કૃતનિશ્ચય ની જરૂરઃ પૂ.મોરારીબાપુનો તલગાજરડાથી નૂતનવર્ષ સંદેશ

રાજકોટ, તા.૩: પૂ.મોરારીબાપુએ ચિત્રકૂટધામ તલગાજરડાથી નૂતનવર્ષ ૨૦૨૬ નિમિત્તે પોતાના સંદેશમાં જણાવ્‍યું કે, આપણે નાનપણમાં પ્રાર્થના કરતા હતા - ‘અસત્‍યો માંહેથી પ્રભુ પરમ સત્‍યે તું લઈ જા' - આ ઔપનિષદિય પ્રાર્થના અસતોમાં સતગમય, તમસોમાં જ્‍યોતિરગમય, મળત્‍યોરમાં અમળતમગમયનો ભાવ વ્‍યક્‍ત કરે છે. દિવાળી અને નૂતનવર્ષના મંગલ પ્રસંગે આપણા ઋષિઓની દૃષ્ટિ હંમેશા અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાની રહી છે. અંધકાર એટલે અવિદ્યા, મોહ અને અહંકાર. આ આસુરી સંપદામાંથી વિવેક, જ્ઞાન, સત્‍ય, પ્રેમ અને કરુણા જેવા શાશ્વત પ્રકાશના તત્‍વો તરફ પરમાત્‍મા આપણને દોરી જાય તેવી પ્રાર્થના છે. તેમણે કહયું કે પુરા સંસારમાં સંઘર્ષ શમે, યુદ્ધો શાંત થાય અને પરસ્‍પર સંવાદનું વાતાવરણ રચાય. કોઈપણ જાતના ભેદભાવ વગર આપણે એકબીજાનો સ્‍વીકાર કરતા થઈએ, કારણ કે ‘સ્‍વીકાર એ મહામંત્ર છે.' ગીતાનો સંદર્ભ આપતા પૂ. બાપુએ કહ્યું કે ભગવાન કળષ્‍ણએ અર્જુનને ‘યુદ્ધાય કળતનિヘય' કહ્યું હતું, તે સમય, સ્‍થાન અને સંજોગો પ્રમાણે હતું. પરંતુ જો આજે કળષ્‍ણ ફરી પ્રગટે તો કદાચ એવું કહે કે - હે અર્જુન, હવે યુદ્ધાય કળતનિヘય નહીં, ‘બુદ્ધાય કળતનિヘય' - તમે બુદ્ધ બનો, બુદ્ધ બનવાનો નિર્ણય કરો. પૂ.મોરારીબાપુએ તમામ દર્શકો, શ્રોતાઓ અને વાચકોને નવા વર્ષ અને દિવાળીના વંદન પાઠવ્‍યા હોવાનું જયદેવ માંકડ(તલગાજરડા) એ જણાવ્‍યું છે.

(11:23 AM IST)