<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

હવે પાઠયપુસ્‍તકમાં ભણાવાશે પાપડથી પાંચ સિતારા હોટલ સુધીની સફર

NCERTનાં ધોરણ-૧૦નાં પુસ્‍તકમાં સ્‍ટાર્ટઅપનું સ્‍પેશિયલ ચેપ્‍ટર : કેન્‍દ્ર સરકારનો નવો પ્રયોગઃ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ ઉદ્યોગ સાહસિકતાના બીજ રોપવાનો સંકલ્‍પ : સાત મહિલાઓ અને ૮૦ રૂપિયાથી શરૂ થયેલી લિજ્જત પાપડ અને ૫૦ રૂપિયાના પગારથી કરોડોની હોટલ ચેઈન બનાવનારા ઓબેરોયની કહાની બની અભ્‍યાસક્રમનો ભાગ

નવી દિલ્‍હી,તા.૮: દેશના કરોડો વિદ્યાર્થીઓ જે પુસ્‍તકોમાંથી ભળે છે તે NCERTના ધોરણ ૧૦ના પાઠયપુસ્‍તકોમાં હવે એક મોટો અને ક્રાંતિકારી બદલાવ કરવામાં આવ્‍યો છે. હવે વિદ્યાર્થીઓ માત્ર ઈતિહાસ અને ભૂગોળ જ નહીં, પણ બિઝનેસ કેવી રીતે ઉભો કરાય તે પણ મણશે. NCERT દ્વારા માધ્‍યામિક વિભાગના નવા સામાજિક વિજ્ઞાનના પુસ્‍તકમાં સ્‍ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા  પર એક સંપૂર્ણ અને સમર્પિત પ્રકરણ ઉમેરવામાં આવ્‍યું છે, જેનું શીર્ષક છે -

પાપડથી પીચીસ સુધી આ પ્રકરણની શરૂઆત એક પ્રેરણાદાયી વાર્તાથી થાય છે. વર્ષ ૧૯૫૯, મુંબઈની એક નાનકડી અગાસી, સાત સામાન્‍ય ગૃહિણીઓ અને હાથમાં માત્ર ૮૦ રૂપિયાની ઉછીની મૂડી. ત્‍યાંથી શરૂ થયેલી લિજજત પાપડની સફર આજે હજારો કરોડની બ્રાન્‍ડ બની છે. NCERT એ આ વાર્તાને પોતાના પુસ્‍તકમાં સ્‍થાન આપીને બાળકોને સમજાવવાનો પ્રયત્‍ન કર્યો છે કે બિઝનેસ માટે મોટી ડિગી કે કરોડો રૂપિયાની જરૂર નથી. એક નાનો વિચાર પણ જો નિષ્ઠાથી કરવામાં આવે તો મોટું સાહસ બની શકે છે. આ નવું પ્રકરણ ત્રણ મૂળભૂત સવાલોની આસપાસ તૈયાર કરવામાં આવ્‍યું છે. પહેલો - ઉદ્યોગસાહસિકતા સમાજ અને અર્થતંત્રને કેવી રીતે બદલે છે? બીજો - કોઈપણ બિઝનેસના મુખ્‍ય કાર્યક્ષેત્રો કયા હોય છે? અને ત્રીજો -એક સફળ અને કામ કરી શકે તેવો

બિઝનેસ પ્‍લાન કેવી રીતે બનાવાય? લિજજત પાપડની સાથે-સાથે હોટલ ઉદ્યોગના બેતાજ બાદશાહ મોહન સિહ ઓબેરોષ-ધ ઓબેરોય ગ્રુપનું જીવન કથન પણ આ પુસ્‍તકમાં છે. ૧૮૯૮માં પંજાબમાં જન્‍મેલા મોહન સિહ ઓબેરોયે માત્ર ૫૦ રૂપિયાના પગારે શિમલાની એક હોટેલમાં કલાક તરીકેની નોકરીની શરૂઆત કરી હતી.

પોતાની પહેલી હોટેલ ખરીદવા માટે તેમણે પત્‍નીના ઘરેણાં પણ ગીરવે મૂકયા હતા અને ત્‍યાંથી તેમણે વિશ્વપ્રસિદ્ધ ઓબેરોય હોટલ સામ્રાજ્‍ય ઉભું કર્યું હતું.

વિધાર્થીઓમાં રોજગાર માગનાર નહીં, પણ રોજગાર આપનાર બનવાની ભાવના જગાવાશે

શિક્ષણવિદોનું માનવું છે કે આ નવો અભ્‍યાસક્રમમાં વિદ્યાર્થીઓને બિઝનેસના પ્રેક્‍ટિકલ પાસા શીખવવામાં આવશે. બજારની ગતિવિધિ કેવી રીતે સમજવી, તક ક્‍યાં છુપાયેલી છે તે કેવી રીતે પારખવી, પોતાના કામનું મૂલ્‍યાંકન કેવી રીતે કરવું અને પૈસા રોકતા પહેલા આયોજન કેટલું જરૂરી છે. તે તમામ બાબતો સરળ ભાષામાં સમજાવવામાં આવી છે. આધુનિક સમયને ધ્‍યાનમાં રાખીને આ પ્રકરણમાં આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (A)ને પણ સામેલ કરવામાં આવ્‍યું છે. AI કેવી રીતે માર્કેટ એનાલિસિસ કરી શકે છે અને બિઝનેસના અઘરા નિર્ણયોમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે પણ બાળકોને શીખવાશે

એક સમયે દેશમાં ૪૦૦ સ્‍ટાર્ટઅપ હતા, આજે ૨.૩ લાખ

પુસ્‍તકમાં ભારતની સ્‍ટાર્ટઅપ ક્રાંતિના આંકડા પણ ટાંકવામાં આવ્‍યા છે. એક દાયકા પહેલા, એટલે કે ૨૦૧૪-૧૫ની આસપાસ ભારતમાં માત્ર ૩૫૦થી ૪૦૦ સ્‍ટાર્ટઅપ હતા. આજે આ સંખ્‍યા વધીને લગભગ ૨ ૩ લાખ સુધી પહોંચી ગઈ છે.

જેના કારણે ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમ બની ગયું છે. સરકારનો વ્‍યાપક પ્રયાસ સંશોધન, ઉદ્યોગ, સ્‍ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાને એક મય પર લાવવાનો છે.

(9:56 AM IST)