તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
હવેથી બસમાં બેઠેલા તમામ મુસાફરો માટે સીટ બેલ્ટ બાંધવો સંપૂર્ણપણે ફરજિયાત બનાવવામાં આવશે: નીતિન ગડકરી
સ્લીપર કોચમાં દરેક બર્થ પાસે ઇમરજન્સી હથોડી, ફાયર એલાર્મ અને અગ્નિશામક યંત્રો હોવા આવશ્યક રહેશે

બસ અકસ્માતોમાં વધતા જતા મૃત્યુદરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. હવેથી તમામ નવી બસો, જેમાં ઇન્ટરસીટી અને સ્લીપર કોચનો પણ સમાવેશ થાય છે, તેમાં મુસાફરો માટે સીટ બેલ્ટ ફરજિયાત રહેશે. આરટીઓ દ્વારા વિડિયો અને ભૌતિક નિરીક્ષણ કર્યા વિના કોઈપણ નવી બસનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. વાહન પોર્ટલ પર સુરક્ષા ચેકલિસ્ટ અપલોડ કરવું પણ ફરજિયાત રહેશે. આ ઉપરાંત, સ્લીપર કોચમાં દરેક બર્થ પાસે ઇમરજન્સી હથોડી, ફાયર એલાર્મ અને અગ્નિશામક યંત્રો હોવા આવશ્યક છે. ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
